શુક્રનું કર્કમાં ગોચરઃ 30 મે બાદ આ રાશિઓને થશે ધન લાભ
- શુક્ર 30 મે, 2023ના રોજ કર્ક રાશિમાં ગોચર કરશે
- આ ગોચર ત્રણ રાશિને આર્થિક સમૃદ્ધ બનાવશે
- ધનની દેવી લક્ષ્મી ત્રણ રાશિને વૈભવી જીવન આપશે
30 મે, 2023ના રોજ શુક્ર કર્ક રાશિમાં ગોચર કરશે. શુક્રનું કર્ક રાશિમાં ગોચર કેટલીક રાશિઓ માટે આર્થિક સફળતા અને સમૃદ્ધિ લઇને આવશે. શુક્ર વિલાસિત, સમૃદ્ધિ અને નાણાંકીય સ્થિરતાનો કારક માનવામાં આવે છે. શુક્ર ગોચર કેટલીયે રાશિના જાતકો માટે લાભકારી સિદ્ધ થશે. શુક્ર આ રાશિઓને આર્થિક સદ્ધરતા આપશે અને ધનની દેવી માં લક્ષ્મી તેમને ધન, ઐશ્વર્ય આપશે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે શુક્ર પાંચમાં અને 12માં ભાવનો સ્વામી બનશે. તે કમાણી અને પરિવારના બીજા ભાવથી ગોચર કરશે. તમારા બીજા ભાવમાં શુક્ર તમને ચતુરાઇથી વિચારવા તેમજ બુદ્ધિના માધ્યમથી ધન મેળવવામાં મદદ કરશે. જો કોઇ વ્યક્તિની કુંડળીમાં શુક્ર સારી સ્થિતિમાં છે તો આ ગોચર તમને ખૂબ લાભ અપાવશે. મિથુન રાશિની વ્યક્તિને પાર્ટનરશિપમાં પણ ફાયદો થશે.
કર્ક રાશિ
શુક્ર કર્ક રાશિના જાતકો માટે વિલાસિતા અને લાભ સંબંધિત બે મહત્ત્વપુર્ણ ભાવનો સ્વામી છે. કર્ક રાશિના જાતકો આકસ્મિક ધન લાભનો અનુભવ કરશે. ધનની દેવી માં લક્ષ્મીની કૃપાથી તમે સંપતિ મેળવી શકશો અને ભારે માત્રામાં ધન પ્રાપ્ત કરી શકશો. અનેક સ્ત્રોતોથી ધન મળશે. કાર્યસ્થળ પર સીનિયર સાથે સારા સંબંધો બનશે. આ ગોચર તમારા વ્યવસાયમાં કોઇ પણ પ્રકારે મહત્ત્વપુર્ણ વૃદ્ધિ લાવશે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે શુક્ર બીજા અને નવમાં ભાવનો સ્વામી બનશે અને કન્યા રાશિના જાતો માટે એક પ્રકારનો ધનયોગ બનાવીને 11માં ભાવમાં ગોચર કરશે. આર્થિક રીતે આ ખૂબ ફાયદાકારક સમય હશે. માં લક્ષ્મી તમારી પર કૃપા વરસાવશે. જે લોકો વેપાર કરે છે તેમના માટે નફો અનેક ગણો વધી જશે. ખાનગી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને વેતન વૃદ્ધિ, બોનસ કે પ્રમોશનના ચાન્સ છે. કાર્યસ્થળ પર તમારા પદ, સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. પ્રમોશન અને કાર્યક્ષેત્રમાં મહત્ત્વના પદની પ્રાપ્તિના યોગ છે.
આ પણ વાંચોઃ આ ત્રણ રાશિઓ પર ક્યારેય પડતો નથી શનિની સાડાસાતીનો અશુભ પ્રભાવ