ટ્રાવેલસ્પોર્ટસ

શુભમન ગિલની બહેનને ટ્રોલ કરનારાઓને ચેતવણી, વાંચો- DCW ચીફે શું કહ્યું ?

Text To Speech

IPLમાં શુભમન ગીલની શાનદાર સદીના કારણે ગુજરાત ટાઇટન્સે બેંગ્લોરને હરાવ્યું અને આ સાથે જ બેંગ્લોર પણ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું. ટાઇટન્સની જીતના હીરો રહેલા શુભમન ગિલની બહેનને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે. દિલ્હી મહિલા આયોગના વડા સ્વાતિ માલીવાલે સોશિયલ મીડિયા પર શુભમન ગિલની બહેનની ટ્રોલિંગની ટીકા કરી અને કહ્યું કે આવું કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

‘શુબમન ગિલની બહેન સાથે દુર્વ્યવહાર થતો જોવો ખૂબ જ શરમજનક છે’

એક ટ્વિટમાં સ્વાતિ માલીવાલે કહ્યું કે શુભમન ગિલની બહેનને ટ્રોલ કરવી શરમજનક છે કારણ કે તે જે ટીમને ફોલો છે તે ટીમ મેચ હારી ગઈ હતી. અગાઉ અમે વિરાટ કોહલીની દીકરી સાથે દુર્વ્યવહાર કરનારાઓ સામે કાર્યવાહી શરૂ કરી હતી. DCWએ તમામ લોકો સામે પગલાં લેશે જેમણે ગિલની બહેન સાથે દુર્વ્યવહાર કર્યો છે. તે સહન કરવામાં આવશે નહીં.

આ પણ વાંચોઃ IPL 2023 MI vs SRH : કેમેરોન ગ્રીનની સદીની મદદથી મુંબઈનો હૈદરાબાદ સામે શાનદાર વિજય

ગુજરાત ટાઇટન્સની જીત બાદ RCB પ્લેઓફની રેસમાંથી બહાર

ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રવિવારે રમાયેલી રોમાંચક મેચમાં શુભમન ગીલની શાનદાર સદીના કારણે ટાઇટન્સે બેંગ્લોરને હરાવ્યું હતું અને આ સાથે જ તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. આ મેચમાં ગિલે 52 બોલમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી અણનમ 104 રન બનાવ્યા અને બેંગલોરને પ્લેઓફની રેસમાંથી બહાર કરી દીધું. બેંગ્લોરના બહાર થવાની સાથે જ મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની ગઈ છે. RCBની હાર તેના ચાહકોને સારી ન લાગી અને તેઓએ સોશિયલ મીડિયા પર શુભમન ગિલ અને તેની બહેન સાથે દુર્વ્યવહાર કર્યો. હવે દિલ્હી મહિલા આયોગે તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Back to top button