ઉત્તરાયણ પછી શુભાશુભ યોગ બનશે પણ 12 રાશીમાં નાની-મોટી અસર વર્તાશે. તેમજ ઉત્તરાયણ પછી શુભાશુભ યોગ બનશે પણ મુહૂર્ત ઓછા રહેશે. તથા શનિદેવ ન્યાયના દેવતા હોઇ જન્મના ગ્રહો-કર્મોને આધિન ફળ આપે છે.
આ પણ વાંચો: ગુજરાત: 144 કલમ લાગેલી હશે અને કોઇ ઈન્ટનેટ વાપરશે તો પોલીસ ગુન્હો દાખલ કરશે
સામાન્યત શનિદેવ 1 રાશીમાં 30 દિવસ રહે છે
ઉત્તરાયણ પછી તા.17મી જાન્યુઆરી 2023ના રોજ દશમ તિથી, પોષ કૃષ્ણપક્ષ સહિત વિશાખા નક્ષત્રનો ત્રિવેણી સંગમ રચાશે. જે સાથે માંગલિક કાર્યો, વિવાહ, વાસ્તુ સહિત શુભકાર્યો માટે અતિશુભ રહેશે. ભારતની કુંડળીમાં શુભ સંકેત સાથે ફળફળાદિ-અન્નનું ઉત્પાદન વધશે. જ્યોતિષાચાર્યના મત મુજબ આગામી તા.17મી જાન્યુઆરી 2023ના રોજ મંગળવારે બપોરે 2.33 કલાકે શનિદેવ મકર રાશીમાંથી કુંભમાં જશે. જે સાથે 12 રાશીમાં નાની-મોટી અસર વર્તાશે. સામાન્યત શનિદેવ 1 રાશીમાં 30 દિવસ રહે છે અલબત્ત, શનિદેવ વક્રી થતા કે માર્ગી થતા રાશી પરિવર્તન થાય છે. જે સાથે શનિદેવ પોતાના સ્થાનેથી ત્રીજે-સાતમા અને દશમા સ્થાને દ્રષ્ટિ કરે છે.
આ પણ વાંચો: આક્રોશ વચ્ચે શ્રધ્ધા અકબંધ, 1 હજારથી વધુ જૈનો સમેત શિખરની યાત્રાએ
કર્ક, મકર, કુંભ અને મીન રાશીમાં નાની-મોટી પનોતી શરૂ થશે
સમાજમાં એવી ઘોર અજ્ઞાનતા પ્રવર્તે છે કે શનિની પનોતી ખરાબ ફળ આપે છે પરંતુ ખરેખર એવું નથી. શનિદેવ ન્યાયના દેવતા હોઇ જે તે વ્યક્તિના જન્મના ગ્રહો તેમજ કર્મોને આધિન ફળ આપે છે. શનિના પરિભ્રમણને પગલે મેષ, વૃષભ, મિથુન, સિંહ, કન્યા, તુલા તેમજ ધનરાશીમાં પનોતી નથી. પરંતુ કર્ક, મકર, કુંભ અને મીન રાશીમાં નાની-મોટી પનોતી શરૂ થશે.