ટ્રેન્ડિંગધર્મ

પોષ પૂર્ણિમા પર બની રહ્યા છે શુભ યોગઃ સારા ફળ માટે કરો આ કામ

  • ગુરુ પુષ્ય યોગના કારણે આ દિવસે સ્નાન અને દાનનું મહત્ત્વ અનેકગણું વધી જશે મન, મગજ અને જળ તત્વને પ્રભાવિત કરનાર ચંદ્રમાં સ્વયંની કર્ક રાશિમાં પૂર્ણિમાના દિવસે અત્યંત પ્રભાવશાળી હોય છે, જે સ્નાન અને દાનના પુણ્યને અનેકગણું વધારી દે છે.

પોષ પૂર્ણિમા પર્વનું વિશેષ મહત્ત્વ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. આ દિવસથી મહા માસના પવિત્ર સ્નાનનો શુભારંભ થાય છે. 25 જાન્યુઆરી, 2024, ગુરુવારના રોજ કર્ક રાશિનો ચંદ્રમા, સવારે 8.38 વાગ્યા સુધી પુનર્વસુ નક્ષત્ર રહેશે, ત્યારબાદ પુષ્ય નક્ષત્રનો વિશેષ સંયોગ રહેશે. પોષ પૂર્ણિમા પર કર્કનો ચંદ્ર અને મકરનો સૂર્ય પોતાના પ્રાણદાયી અમૃત કિરણોને પાણીમાં સમાવશે. ગુરુ પુષ્ય યોગના કારણે આ દિવસે સ્નાન અને દાનનું મહત્ત્વ અનેકગણું વધી જશે મન, મગજ અને જળ તત્વને પ્રભાવિત કરનાર ચંદ્રમાં સ્વયંની કર્ક રાશિમાં પૂર્ણિમાના દિવસે અત્યંત પ્રભાવશાળી હોય છે, જે સ્નાન અને દાનના પુણ્યને અનેકગણું વધારી દે છે.

પોષ પૂર્ણિમા પર ગ્રહોની સ્થિતિ

પોષ પૂર્ણિમાના દિવસે કર્ક રાશિમાં ચંદ્ર અને પૂર્ણિમાના દિવસે પુષ્ય નક્ષત્ર હોવાના કારણે જે લોકો પર ચંદ્રની મહાદશા ચાલી રહી છે અથવા જેને માનસિક મૂંઝવણો ઘણી રહે છે છે, તેમણે જમણા હાથમાં ચાંદીની વીંટીમાં ચંદ્રનું મોતી અવશ્ય ધારણ કરવું. કોઈ નિષ્ણાતની સલાહ બાદ આ કરવું. આ ઉપરાંત અનેક ઉપાયો કરીને શુભ સંયોગોનો લાભ લઈ શકો છો.

પોષ પૂર્ણિમા પર બની રહ્યા છે શુભ યોગઃ સારા ફળ માટે કરો આ કામ hum dekhenge news

  • પોષ પૂર્ણિમાના દિવસે વ્રત કરનારે સવારે નદીમાં સ્નાન કરી દેવતાઓની પૂજા કરવી અને પિતૃઓનું તર્પણ કરવું.
  • સફેદ ચંદન, ચોખા, સફેદ ફૂલ, ધૂપ-દીપ, સફેદ વસ્ત્ર વગેરેથી ચંદ્રની પૂજા કરો.
  • પોષ પૂર્ણિમાના દુર્લભ યોગ પર કોઈપણ પવિત્ર નદી અથવા તીર્થસ્થળમાં ડૂબકી લગાવો.
  • શાસ્ત્રોમાં પોષ માસની પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ જણાવાયું છે. જે લોકો આખા મહા મહિના સુધી સ્નાનનું વ્રત રાખે છે, તેઓ પોષ પૂર્ણિમાથી પોતાના સ્નાનની શરૂઆત કરે છે અને મહા પૂર્ણિમાના દિવસે તેનું સમાપન કરે છે.
  • સૂર્યોદય પહેલા સ્નાન કરવાનો અને પછી ભગવાન મધુસૂદનને ભોજન તેમજ બ્રાહ્મણોને યથા શક્તિદાન આપવાનો નિયમ છે. સાંજે ભગવાન સત્યનારાયણની કથાનો પાઠ પણ કરવો જોઈએ.
  • ધાર્મિક ગ્રંથો અનુસાર, જે આ સ્નાન કરે છે તે મૃત્યુ પછી દેવ વિમાનમાં મુસાફરી કરવા માટે પાત્ર બને છે. આ સ્નાન કરવાથી પુણ્ય પ્રાપ્ત કરનાર પુણ્યશાળી આત્માઓ સ્વર્ગમાં નિવાસ કરે છે, આવી હિન્દુઓની ધાર્મિક માન્યતા છે.
  • સંગમના પવિત્ર જળમાં પ્રાણદાયિની શક્તિ વિદ્યમાન છે, પોષ પૂર્ણિમાના શુભ અવસરે ગ્રહો અને નક્ષત્રોની વિશેષ સ્થિતિ, ચંદ્ર અને અન્ય ગ્રહો દ્વારા અમૃત વર્ષા કરીને સ્નાન કરનારાઓને નિરોગી કાયા સહિત પુણ્ય લાભ મળે છે.

આ પણ વાંચોઃ ભારત ગૌરવ ટ્રેનઃ એક વર્ષમાં 96,000 યાત્રાળુઓએ કરી વિશેષ મુસાફરી

Back to top button