ટ્રેન્ડિંગમનોરંજન

શ્રૃતિ હસન-શાંતનુ હજારિકાનું બ્રેકઅપ, ચાર વર્ષ બાદ કપલ અલગ

Text To Speech
  • શ્રુતિ હસન અને શાંતનુ હઝારિકા હંમેશા પોતાના સંબંધોને લઈને ચર્ચામાં રહે છે. બંને ફરી એકવાર તેમના સંબંધોને લઈને લાઈમલાઈટમાં આવ્યા છે. આ કપલને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે કે શ્રુતિ હસન અને શાંતનુ હજારિકાનું બ્રેકઅપ થઈ ગયું છે

બોલિવૂડથી લઈને સાઉથ સુધી એક્ટિંગનો જાદુ પાથરનાર અભિનેત્રી શ્રુતિ હસન પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. શ્રુતિ હસન અને શાંતનુ હઝારિકા હંમેશા પોતાના સંબંધોને લઈને ચર્ચામાં રહે છે. બંને ફરી એકવાર તેમના સંબંધોને લઈને લાઈમલાઈટમાં આવ્યા છે. આ કપલને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે કે શ્રુતિ હસન અને શાંતનુ હજારિકાનું બ્રેકઅપ થઈ ગયું છે. ચાર વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ હવે બંને અલગ થઈ ગયા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર કપલના બ્રેકઅપના સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

ચાર વર્ષ બાદ કર્યું બ્રેકઅપ

શ્રુતિ હસન અને શાંતનુ હજારિકાએ હજુ સુધી તેમના બ્રેકઅપ અંગે કોઈ નિવેદન જાહેર કર્યું નથી. શ્રુતિ અને શાંતનુ લાંબા સમયથી ડેટિંગ કરી રહ્યા હતા અને છેલ્લા કેટલાક વર્ષોથી લિવ-ઈન રિલેશનશિપમાં પણ હતા. તેઓ ઘણીવાર સાથે જોવા મળતા હતા અને તેઓ એકબીજા પ્રત્યેના પ્રેમની અભિવ્યક્તિ કરતા ક્યારેય ડર્યા ન હતા. શાંતનુ પ્રખ્યાત ડૂડલ આર્ટિસ્ટ છે. તેણે રફ્તાર, ડિવાઈન અને રિત્વિજ સહિત ઘણી લોકપ્રિય હસ્તીઓ સાથે કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

શ્રૃતિએ લખી ક્રિપ્ટિક પોસ્ટ

શ્રૃતિ હસને તાજેતરમાં સોશિયલ મીડિયાથી થોડા સમય માટે બ્રેક લીધો હતો, પરત આવ્યા બાદ તેણે એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેણે લખ્યું કે આ એક ક્રેઝી જર્ની રહી. મારા અને લોકો વિશે ઘણું બધું શીખી રહી છું. જરૂરી નથી કે આપણને હંમેશા એ વસ્તુઓ માટે સોરી ફીલ થાય, જેના માટે થવું જોઈએ.

આ પણ વાંચોઃ તારક મહેતાના એક્ટર ‘સોઢી’ના ગુમ થવા પર પોલીસે અપહરણનો નોંધ્યો કેસ

Back to top button