ટ્રેન્ડિંગમનોરંજન

શ્રુતિ હાસન શૂટિંગ દરમિયાન ઘાયલ, અભિનેત્રીએ ફોટો શેર કરીને બતાવ્યા ઈજાના નિશાન

Text To Speech

સાઉથ સિનેમાની સુપરસ્ટાર શ્રુતિ હાસન શૂટિંગ દરમિયાન ઘાયલ થઈ ગઈ હતી, જેને લઈ શ્રુતિ હાસને ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. શ્રુતિના આ ફોટામાં તેના પગ પર ઈજાના નિશાન સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

Shruti Haasan insta post
Shruti Haasan Injury

શૂટિંગ દરમિયાન શ્રુતિ હાસન ઘાયલ

શ્રુતિ હાસને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સ્ટોરીમાં એક તસવીર શેર કરી હતી. આ ફોટામાં શ્રુતિ હાસનના ઘૂંટણ પર ઈજાના નિશાન દેખાય છે. આ તસવીર પરથી અંદાજ લગાવી શકાય છે કે શ્રુતિ હાસને એક એક્શન સિક્વન્સ કરતી વખતે તેના ઘૂંટણ પર ઈજા થઈ છે, જેની ઝલક આ ફોટોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ ફોટોના કેપ્શનમાં શ્રુતિ હાસને લખ્યું છે કે- કામ પર શુભ દિવસ. જો કે ઈજા થયા બાદ પણ શ્રુતિ હાસન પોતાનો જુસ્સો બતાવી રહી છે. શ્રુતિ હાસનનો આ ફોટો જોઈને અભિનેત્રીના ફેન્સ તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

પ્રભાસની સાથે ફિલ્મ ‘સલાર’માં જોવા મળશે

શ્રુતિ સાઉથ સિનેમાના સુપરસ્ટાર પ્રભાસની સાથે ફિલ્મ ‘સલાર’માં જોવા મળશે. KGFના ડાયરેક્ટર પ્રશાંત નીલના નિર્દેશનમાં બની રહેલી ‘સલાર’ સપ્ટેમ્બર મહિનામાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં પ્રભાસની સાથે શ્રુતિ હાસન પણ એક્શન સિક્વન્સ કરતી જોવા મળશે. ફેન્સ શ્રુતિ હાસન અને પ્રભાસના ‘સલાર’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Back to top button