ટ્રેન્ડિંગમનોરંજન

શ્રીકૃષ્ણ ભૂતપૂર્વ પત્નીથી ત્રાહીમામ થયા, દાખલ કરી પોલીસ ફરિયાદ

  • નીતિશ ભારદ્વાજ પોતાના અંગત જીવનને કારણે ફરી ચર્ચામાં છે. તેમણે તેમની એક્સ પત્ની અને મધ્યપ્રદેશ કેડરની IAS સ્મિતા ભારદ્વાજ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે

ભોપાલ (મધ્યપ્રદેશ), 15 ફેબ્રુઆરીઃ બીઆર ચોપરાની ફેમસ ટીવી સીરિયલ ‘મહાભારત‘માં ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં જાણીતા બનેલા અભિનેતા નીતિશ ભારદ્વાજ પોતાના અંગત જીવનને કારણે ફરી ચર્ચામાં છે. તેમણે તેમની એક્સ પત્ની અને મધ્યપ્રદેશ કેડરની IAS સ્મિતા ભારદ્વાજ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે સ્મિતા ભારદ્વાજ તેમને લાંબા સમયથી મેન્ટલ ટોર્ચર કરી રહી છે. અને આરોપ લગાવ્યો કે સ્મિતાએ તેની દીકરીઓનું અપહરણ કર્યું છે. તેને ખબર નથી કે તેની બંને દીકરીઓ હાલમાં ક્યાં છે અને કઈ હાલતમાં છે. ન તો તે નીતિશને તેની દીકરીઓ સાથે વાત કરવા દે છે, ન તો તેને મળવા દે છે.

શ્રીકૃષ્ણ ભૂતપૂર્વ પત્નીથી ત્રાહીમામ થયા, દાખલ કરી પોલીસ ફરિયાદ hum dekhenge news

નીતિશે દાખલ કરી ફરિયાદ

નીતિશ ભારદ્વાજે ભોપાલ પોલીસના કમિશનર હરિનારાયણાચારી મિશ્રને મેઈલ કરીને તેમની મદદ માંગી છે. અભિનેતાનું કહેવું છે કે તેમની એક્સ વાઈફ તેમને માનસિક રીતે પરેશાન કરીને જુડવા દીકરીઓને મળવા દેતી નથી. નીતિશની ફરિયાદ પર ભોપાલ પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે. તપાસની જવાબદારી એડિશનલ ડીસીપી શાલિની દીક્ષિતને સોંપવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ મુજબ નીતિશ ભારદ્વાજે 14 ફેબ્રુઆરીએ ભોપાલ પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ આપી છે. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટના આદેશ છતાં તેમની IAS પત્ની સ્મિતા તેમને તેમની બંને દીકરીઓને મળવા દેતી નથી. તેનો નંબર દરેક જગ્યાએ બ્લોક કરી દેવામાં આવ્યો છે અને તે કોઈપણ મેઈલનો જવાબ આપી રહી નથી. નીતિશ ભારદ્વાજે ભોપાલ પોલીસ કમિશનર સમક્ષ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે.

ચાર વર્ષથી દીકરીઓ સાથે વાત કરી નથી

60 વર્ષના નીતીશ ભારદ્વાજનું કહેવું છે કે તેઓ છેલ્લા 4 વર્ષથી તેમની દીકરીઓ સાથે વાત પણ કરી શક્યા નથી. તેમની પત્નીએ તેમની દીકરીઓને છેલ્લા દોઢ વર્ષમાં અલગ અલગ જગ્યાએ ભણવા મોકલી છે. પહેલા તે ભોપાલમાં ભણતી, પછી તેને ઉટીમાં એડમિશન મળ્યું હતું. નીતીશ આ મામલે અગાઉ પણ ફરિયાદ કરી ચૂક્યા છે, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે સ્મિતા તેની દીકરીઓને તેની વિરુદ્ધ ભડકાવે છે. ઉલ્લેખનીય છે કે સ્મિતા ભારદ્વાજ માનવ આયોગમાં પોસ્ટેડ છે

શ્રીકૃષ્ણ ભૂતપૂર્વ પત્નીથી ત્રાહીમામ થયા, દાખલ કરી પોલીસ ફરિયાદ hum dekhenge news

2009માં લગ્ન અને પછી ડિવોર્સ

નીતિશ ભારદ્વાજે મધ્યપ્રદેશ કેડરની આઈએએસ અધિકારી સ્મિતા સાથે 14 માર્ચ 2009ના રોજ બીજા લગ્ન કર્યા હતા. બંનેના પહેલા લગ્નમાં ડિવોર્સ થઈ ચૂક્યા હતા. બંનેની મુલાકાત કોમન મિત્રો દ્વારા થઈ હતી. બંનેને ટ્વિન્સ છોકરીઓ છે, જે હવે 11 વર્ષની થઈ ચૂકી છે. લગ્નના 12 વર્ષ બાદ 2022માં નીતિશ અને સ્મિતા અલગ થઈ ગયાં હતાં. સ્મિતા દીકરીઓ સાથે ઈંદોરમાં રહેતી હતી.

આ પણ વાંચોઃ ‘શૈતાન’નું પહેલું ગીત થયું રિલીઝ

Back to top button