ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગવિશેષસંવાદનો હેલ્લારો

શ્રીખોડલધામ મહિલા સમિતિ- રાજકોટ દ્વારા આજે યોજાશે ‘નારી તું નારાયણી’ કાર્યક્રમ

Text To Speech
  • ખ્યાતનામ હાસ્ય કલાકાર મનસુખભાઈ વસોયા હાસ્યની સાથે મહિલાઓને માન અને મર્મની વાતો કરશે
  • રાજકોટ મનપાના મેયર શ્રીમતિ નયનાબેન પેઢડીયા અને રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ પ્રવિણાબેન રંગાણી આપશે હાજરી

ાજકોટ, 8 માર્ચ, 2025: શ્રીખોડલધામ મહિલા સમિતિ- રાજકોટ દ્વારા આજે 8મી માર્ચે ‘નારી તું નારાયણી’ કાર્યક્રમ યોજાશે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના નેજા હેઠળ કાર્યરત શ્રી ખોડલધામ મહિલા સમિતિ-રાજકોટ દ્વારા સમાજમાં મહિલાઓનું પ્રભુત્વ વધે, મહિલાઓનો વિકાસ થાય અને મહિલાઓને પ્રોત્સાહન મળી રહે તે માટે અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે.

દર વર્ષે શ્રીખોડલધામ મહિલા સમિતિ- રાજકોટ દ્વારા વિશ્વ મહિલા દિવસ International Women’s Dayની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આ વર્ષે પણ શ્રીખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે તારીખ 8 માર્ચ ને શનિવારના રોજ રાજકોટ શહેર ખાતે ‘નારી તું નારાયણી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટ શહેરના શ્રી સરદાર પટેલ ભવન ખાતે 8 માર્ચને શનિવારના રોજ બપોરે 4 વાગ્યાથી વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે નારી તું નારાયણી કાર્યક્રમ અંતર્ગત ખ્યાતનામ હાસ્ય કલાકાર શ્રી મનસુખભાઈ વસોયા (ખિલોરીવાળા) હાસ્યની સાથે મહિલાઓને માન અને મર્મની વાતો રજૂ કરશે. કાર્યક્રમ પૂર્ણ થયે અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો આ કાર્યક્રમમાં વધુ ને વધુ મહિલાઓ ઉપસ્થિત રહે તેવી શ્રી ખોડલધામ મહિલા સમિતિ- રાજકોટ દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ રીમીને મળી માતા-પિતાની છત્રછાયા: શિશુગૃહ અમદાવાદની બાળકી જશે સંભાજીનગર

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button