ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયાવર્લ્ડવિશેષસંવાદનો હેલ્લારો

પાકિસ્તાનમાં છે શ્રીરામના પુત્ર લવની સમાધિઃ કોંગ્રેસ નેતાએ લીધી મુલાકાત

નવી દિલ્હી, 7 માર્ચ, 2025: શ્રીરામના પુત્ર લવની સમાધિ પાકિસ્તાનના લોહારમાં છે અને કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ ત્યાંની મુલાકાત લઈને તસવીરો શૅર કરી છે. ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લે પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ લાહોરના પ્રાચીન કિલ્લામાં હાજર ભગવાન શ્રીરામના પુત્ર લવની સમાધિ પર પહોંચ્યા હતા. અહીં તેમણે શ્રીરામના પુત્રને શ્રદ્ધાપૂર્વક નમન કર્યા હતા. રાજીવ શુક્લે સોશિયલ મીડિયા પર પણ માહિતી આપી હતી કે સમાધિનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે.

રાજીવ શુક્લે પોતાના X એકાઉન્ટ પર લખ્યું છે કે, લાહોરના પ્રાચીન કિલ્લામાં ભગવાન રામના પુત્ર લવની એક પ્રાચીન સમાધિ છે. લાહોર નામ પણ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. મને ત્યાં પ્રાર્થના કરવાનો મોકો મળ્યો. પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવી આ સમાધિ સ્થળનું નવીનીકરણ કરાવી રહ્યા છે. મોહસીને આ કામ મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ કર્યું હતું.

અન્ય એક પોસ્ટમાં રાજીવ શુક્લે જણાવ્યું કે લાહોરના મ્યુનિસિપલ રેકોર્ડમાં નોંધાયેલું છે કે આ શહેર ભગવાન રામના પુત્ર લવના નામે વસાવવામાં આવ્યું હતું. કાસુર શહેરનું નામ તેમના બીજા પુત્ર કુશના નામ પરથી રાખવામાં આવ્યું હતું. પાકિસ્તાન સરકાર પણ આ વાત સ્વીકારે છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની બીજી સેમિફાઇનલ દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે 5 માર્ચે પાકિસ્તાનના લાહોર ખાતે રમાઈ હતી. આ મેચ જોવા માટે રાજીવ શુક્લ લાહોર પહોંચ્યા હતા. તેમણે મેચ દરમિયાનના ફોટા તેમના સોશિયલ મીડિયા પર શેર કર્યા. તેમની સાથે PCBના ચેરમેન મોહસીન નકવી પણ હાજર હતા. સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો. હવે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચ દુબઈમાં રમાશે.

આ પણ વાંચોઃ તુઘલક લેન નહીં પણ વિવેકાનંદ માર્ગ, દિલ્હીમાં ભાજપના સાંસદોએ નેમ પ્લેટ ઉપર સરનામાં બદલ્યા

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button