શ્રી રામલલાની મૂર્તિના થયા દર્શન, તસવીર થઈ જાહેર
અયોધ્યા, 19 જાન્યુઆરીઃ દુનિયભરના રામભક્તો જે ક્ષણની રાહ જોઈ રહ્યા છે એ ક્ષણ ત્રણ દિવસ પહેલાં જ આવી ગઈ છે.
શ્રી રામ મંદિરમાં સ્થાપિત રામલલાની મૂર્તિના દર્શન ઉપલબ્ધ થયા છે. આમ તો આ મૂર્તિમાં 22મીએ બપોરે 12.39 વાગ્યે પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યાં સુધી તેને આંખે પાટા બાંધી રાખવામાં આવશે, પરંતુ તેમ છતાં તસવીર દ્વારા થઈ રહેલા પ્રથમ દર્શન જ દિવ્યતાનો અનુભવ કરાવે છે.
હાલ વિધિ-વિધાન અનુસાર રામલલાની આંખો પર પીળી પટ્ટી બાંધવામાં આવેલી છે અને 22મીએ પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન તે ખોલવામાં આવશે. દેશભરના સામાન્ય ભક્તો 23 જાન્યુઆરીથી અયોધ્યાના શ્રી રામ મંદિરમાં રામલલાના દર્શન કરી શકશે.
તે પહેલાં જાહેર થયેલી આ તસવીરને નજીકથી જોવામાં આવે તો તેમાં રહેલી દિવ્યતાનો અનુભવ કરી શકાય.
રામલલાની આ મૂર્તિ કર્ણાટકમાં મૈસૂરના શિલ્પકાર યોગીરાજે આ મર્તિ કંડારી છે, અને મૂર્તિનો આટલો અંશ જોયા પછી એવું લાગ્યા વિના રહેતું નથી કે 22મીએ પ્રાણ પ્રતિષ્ઠા પછી આ પૂર્ણ મૂર્તિના દર્શન તમામ રામભક્તોને મોહિત કરી દેશે, લાગણીશીલ બનાવી દેશે.
મૂર્તિ ગઈકાલે 18ની જાન્યુઆરીએ ગર્ભગૃહમાં પ્રસ્થાપિત કરવામાં આવી હતી તે સમયે સંતો-મહંતો ઉપરાંત શિલ્પકાર યોગીરાજ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ 20 – 21 જાન્યુઆરીએ બંધ રહેશે રામ મંદિર, ક્યારે કરી શકાશે રામલલાના દર્શન?