ગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

શ્રી મોહનજી ભાગવતે શ્રીમદ્ રાજચંદ્ર મિશન અને શ્રી સદગુરુધામ, બરૂમાળ, ધરમપુરની મુલાકાત લીધી

Text To Speech

ધરમપુર, 2 ડિસેમ્બર, 2025: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહનજી ભાગવતે 2 જાન્યુઆરી 2025ને ગુરુવારના રોજ ધરમપુર ખાતે તે શ્રીમદ્ રાજચંદ્ર મિશન અને શ્રી સદગુરુધામ, બરૂમાળ, ધરમપુરની મુલાકાત લીધી હતી. જ્યાં શ્રી મોહનજી ભાગવતે ‘શ્રીમદ રાજચંદ્રજી’ની પૂર્ણકદની પ્રતિમાના દર્શન કરી જલાભિષેક કર્યો હતો ત્યારબાદ ગુરુદેવ રાકેશજીના સથવારે જિનમંદિર જઈ ભગવાન મહાવીરનાં દર્શન કર્યા હતા.

મોહન ભાગવત - hdnEWS

આ અવસરે મોહનજી ભાગવતના હસ્તે શ્રીમદ રાજચંદ્ર વેટરનરી કોલેજનું શિલાન્યાસ કરાયું અને ધરમપુર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર દ્વારા આયોજિત ચાર દિવસીય  મફત સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું દીપ પ્રજ્વલિત કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અહીં દેશ-વિદેશનાં 150 થી વધુ ડોકટરોની ટીમ દ્વારા તમામ પ્રકારની મેડિકલ સેવાઓ આપવામાં આવશે.

મોહન ભાગવત - hdnEWS

શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરની મુલાકાત બાદ મોહનજી ભાગવતએ શ્રી સદગુરુધામ, બરૂમાળની  મુલાકાત લીધી હતી જ્યાં પ. પૂ. વિદ્યાનંદ સરસ્વતી મહારાજના દર્શન કરી તેમની જોડે વાર્તાલાપ કર્યો હતો.

આ પણ વાંચોઃ સૌથી સસ્તી ટ્રેન ટિકિટ ક્યાંથી બુક કરાવશો? મોટાભાગના લોકો નથી જાણતા, પૈસા બચાવવા માટે આ રીત જાણો

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button