‘શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી…’ ડિલિવરી દરમિયાન મહિલાએ ગાયું ભજન, જુઓ આ હૃદયસ્પર્શી વીડિયો
- મહિલા એટલી મધુરતા અને એકાગ્રતા સાથે ભજન ગાય છે કે જાણે તેણી ઓપરેશનના ડરને સંપૂર્ણપણે ભૂલી જવા માંગતી હોય
HD ન્યૂઝ ડેસ્ક, 20 જૂન: ‘માં તે માં બીજા બધા વગડાના વા..’ આ દુનિયામાં માતાને ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે છે. આવું કહેવા પાછળ હજારો કારણો છે. મા એ છે જે પોતાની પરવા કર્યા વિના તમને આ દુનિયામાં લાવે છે. માત્ર એક માતા છે જે તેના બાળક માટે પોતાનું શરીર પણ કપાવવા માટે તૈયાર છે અને ખુશીથી ઓપરેશન થિયેટરમાં જાય છે. આવી હિંમતને કોઈએ સલામ કેમ ન કરવી જોઈએ? ત્યારે હાલમાં જ એક મહિલાની ડિલિવરીનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેઓ સી-સેક્શન દ્વારા બાળકને જન્મ આપવા જઈ રહ્યા છે. જ્યારે ડોકટરો તેમના પર ઓપરેશન કરી રહ્યા છે, ત્યારે તેણી પોતાની જાતને હિંમત આપવા માટે નોન-સ્ટોપ ‘શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી…’ ભજન ગાતી જોવા મળે છે. ઓપરેશન થિયેટરમાં હાજર કોઈએ તેનો વીડિયો બનાવ્યો અને આ વીડિયો ઝડપથી વાયરલ થઈ ગયો.
“A Moment of goosebumps”
She literally prayed to give eternal life to the baby🥹 pic.twitter.com/ViPOSuaffS
— Fenil Kothari (@fenilkothari) June 19, 2024
મહિલાનો ઓપરેશન દરમિયાનનો વીડિયો વાયરલ
મહિલા એટલી મધુરતાથી અને એટલી એકાગ્રતા સાથે આ ભજન ગાય છે કે જાણે તે ઓપરેશનના ડરને સંપૂર્ણપણે ભૂલી જવા માંગતી હોય. આ વીડિયો @fenilkothari નામના ટ્વિટર એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. જેના પર કેપ્શન લખવામાં આવ્યું છે કે, “એક રૂવાણા ઊભી કરી દેનારી ક્ષણ. તેણી બાળકને શાશ્વત જીવન આપવા માટે ભગવાનને સતત પ્રાર્થના કરી રહી છે.“
આ વીડિયો પર લોકોએ ઘણી સુંદર કોમેન્ટ્સ કરી છે. એક યુઝરે લખ્યું છે કે, “સૌથી પવિત્ર પ્રેમ.” બીજાએ લખ્યું કે, “માતાનો પ્રેમ.” એક યુઝરે લખ્યું કે, કોઈએ આટલી સુંદર રીતે લાઈવ પરફોર્મન્સ આપ્યું નહીં હોય. જો કે આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે તે કહી શકાય તેમ નથી, પરંતુ તે વાયરલ છે અને લોકોના દિલને સ્પર્શી રહ્યો છે.
આ પણ જુઓ: ભારતની સુંદરી ઝરા શતાવરી દુનિયાની પહેલી AI બ્યુટી સ્પર્ધામાં લેશે ભાગ, જાણો કેટલી હશે ઈનામની રકમ?