શ્રેયસ તલપડેને આવ્યો હાર્ટ અટેક, અન્ય સેલિબ્રિટીઓ પણ બન્યા છે શિકાર
- અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ બાદ શ્રેયસ તલપડેની તબિયત લથડી
- ઘરે આવતાંની સાથે જ શ્રેયસ તલપડેની તબિયત બગાડતા બેભાન થઈ ગયો અને હોસ્પિટલમાં દાખલ કરાયો
મુંબઈ, 15 ડિસેમ્બર : બોલિવૂડ એક્ટર શ્રેયસ તલપડેને બુધવારે રાત્રે હાર્ટ અટેક આવ્યો હોવાના સમાચાર જાણવા મળ્યા હતા. અહેવાલ અનુસાર, આ ત્યારે થયું જ્યારે શ્રેયસ તલપડે અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ કરીને ઘરે પરત ફર્યો હતો.શૂટિંગ બાદ શ્રેયસ તલપડેની તબિયત સારી ન હોવાથી તે ઘરે પરત ગયો હતા. જો કે, ઘરે પરત ફરતાની સાથે જ શ્રેયસ તલપડેની તબિયત અચાનક બગડી અને તે બેભાન થઈ ગયો હતો. આ પછી તેની પત્ની દીપ્તિ તેને તાકીદે નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ. શ્રેયસની હોસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી અને ત્યારબાદ તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. 47 વર્ષીય શ્રેયસને મુંબઈની અંધેરીની બેલેવ્યુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ત્યાં ડોક્ટરોની દેખરેખ હેઠળ તેમના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી રહી છે.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, શ્રેયસ તલપડે પહેલા પણ 50 વર્ષથી ઓછી ઉંમરની ઘણી અન્ય હસ્તીઓ હાર્ટ અટેકનો શિકાર બની ચૂકી છે. જેમાં સુસ્મિતા સેન, સુનીલ ગ્રોવર, રેમો ડિસોઝા, સૈફ અલી ખાનનો પણ સમાવેશ થાય છે.
વર્ષની શરૂઆતમાં અભિનેત્રી સુષ્મિતા સેનને આવ્યો હાર્ટ અટેક
આ વર્ષની શરૂઆતમાં સુષ્મિતા સેન પણ હાર્ટ એટેકનો શિકાર બની હતી. અભિનેત્રીએ 47 વર્ષની ઉંમરે એન્જીયોપ્લાસ્ટી કરાવી હતી. આ વાતનો ખુલાસો સુષ્મિતા સેને પોતે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને કર્યો હતો અને જણાવ્યું હતું કે, તેની મુખ્ય ધમની એટલે કે હૃદય તરફ જતી મુખ્ય ધમનીમાં 95% બ્લોકેજ છે. જોકે, સુષ્મિતા સેને તેને હરાવી અને બચી ગઈ હતી.
2022માં સુનીલ ગ્રોવરને પણ આવ્યો હાર્ટ અટેક
ગયા વર્ષે એટલે કે 2022 માં, સુનીલ ગ્રોવરને પણ 45 વર્ષની ઉંમરે હાર્ટ અટેક આવ્યો હતો, ત્યારબાદ તેની બાયપાસ સર્જરી પણ થઈ હતી અને 3 ફેબ્રુઆરી, 2022ના રોજ તેને રજા આપવામાં આવી હતી. લાંબા સમય સુધી આરામ કર્યા બાદ સુનીલ ગ્રોવર કામ પર પાછો ફર્યો હતો.
કોરિયોગ્રાફર અને ડાયરેક્ટરને રેમો ડિસોઝા 2020માં આવ્યો હાર્ટ અટેક
ફેમસ કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર રેમો ડિસોઝાને પણ 45 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવ્યો હતો. વર્ષ 2020 માં રેમો ડિસોઝાને હાર્ટ એટેક આવ્યો, ત્યારબાદ તેમણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી કોરિયોગ્રાફરે રેમો ડિસોઝાએ એન્જીયોપ્લાસ્ટી કરાવી હતી.
સૈફ અલી ખાનને 2007માં હાર્ટ અટેક આવ્યો
સૈફ અલી ખાનને 2007માં હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ અભિનેતાને ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ECG કરાવવું પડ્યું હતું. જ્યારે સૈફ અલી ખાનને હાર્ટ એટેક આવ્યો ત્યારે તે 36 વર્ષનો હતો.
આ પણ જાણો :‘જબ વી મેટ’ જેવો વાસ્તવિક સીન અમેરિકામાં બન્યો: મહિલા કેબ આંચકી લઈ એરપોર્ટ પહોંચી