ટીમ ઈન્ડિયાને ઝટકો, શ્રેયસ અય્યર ન્યૂઝીલેન્ડ સામેની ODI સિરીઝમાંથી બહાર
ન્યુઝીલેન્ડ સામેની 3 મેચની વનડે સીરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર પીઠની ઈજાને કારણે આ ODI સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. તેને નેશનલ ક્રિકેટ એકેડમી મોકલવામાં આવ્યો છે, જ્યાં તેની દેખભાળ કરવામાં આવશે.
BCCIએ કહ્યું કે, શ્રેયસ અય્યરને ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે અને તેની જગ્યાએ રજત પાટીદારનો સમાવેશ કરવામાં આવ્યો છે. બુધવારે હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ વનડે રમાશે.
શ્રીલંકા સામેની સિરીઝમાં અય્યર
2022માં ક્રિકેટના તમામ ફોર્મેટમાં સૌથી સફળ ભારતીય ખેલાડી રહેલા અય્યરે ભલે શ્રીલંકા સામેની સિરીઝમાં કોઈ મોટી ઈનિંગ રમી ન હોય, પરંતુ તેણે પોતાની બેટિંગથી પ્રભાવિત કર્યા છે. શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં તેણે 3 મેચમાં 31.33ની એવરેજથી 94 રન બનાવ્યા હતા.
ન્યુઝીલેન્ડ સામે ભારતની અપડેટેડ ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન (વિકેટકીપર), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએસ ભરત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રજત પાટીદાર, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મો. શમી, મોહમ્મદ. સિરાજ, ઉમરાન મલિક.