શ્રેયા ઘોષાલનું X એકાઉન્ટ હેક, સિંગરે ઈન્સ્ટાગ્રામ પર ફેન્સને કરી અપીલ


- શ્રેયા ઘોષાલનું X એકાઉન્ટ હેક થઈ ગયું છે. સિંગરે જણાવ્યું કે, તે એકાઉન્ટમાંથી લખાયેલા કોઈપણ મેસેજ પર વિશ્વાસ કરશો નહીં
1 માર્ચ, મુંબઈઃ બોલિવૂડની પ્રખ્યાત પ્લેબેક સિંગર શ્રેયા ઘોષાલના ચાહકો તેમના અવાજના દિવાના છે. તેણે પોતાની કારકિર્દીમાં ઘણા અદ્ભુત ગીતો ગાયા છે અને તે પોતાના મ્યુઝિકલ કોન્સર્ટ્સથી લોકોના દિલ જીતી લે છે. હવે તેની સાથે જોડાયેલા એક સમાચાર સામે આવ્યા છે. શ્રેયા ઘોષાલનું X એકાઉન્ટ હેક થઈ ગયું છે. સિંગરે પોતે આ માહિતી આપી છે.
શ્રેયા ઘોષાલે X એકાઉન્ટ હેક થયાની માહિતી આપી
શ્રેયા ઘોષાલે 1 માર્ચે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માહિતી આપી હતી કે તેનું X એકાઉન્ટ હેક થઈ ગયું છે. તેણે પોતાની પોસ્ટમાં ચાહકોને ચેતવણી આપતા લખ્યું કે હેલો ફેન્સ અને મિત્રો, મારું ટ્વિટર/એક્સ એકાઉન્ટ 13 ફેબ્રુઆરીથી હેક થયું છે. મેં X ટીમનો સંપર્ક કરવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, પરંતુ કેટલાક ઓટોમેટિક જનરેટ થયેલા રિસ્પોન્સ સિવાય કોઈ રિસ્પોન્સ મળ્યો નથી. હું મારું એકાઉન્ટ ડિલીટ પણ કરી શકતી નથી કારણ કે હું હવે તેમાં લોગ ઈન કરી શકતી નથી.
View this post on Instagram
તેણે આગળ લખ્યું છે, કૃપા કરીને કોઈપણ લિંક પર ક્લિક કરશો નહીં અથવા તે એકાઉન્ટમાંથી લખાયેલા કોઈપણ મેસેજ પર વિશ્વાસ કરશો નહીં. આ બધી સ્પામ અને ફિશિંગ લિંક્સ છે, જો એકાઉન્ટ રિકવર થઈ જશે અને સુરક્ષિત થઈ જશે તો હું વ્યક્તિગત રીતે એક વીડિયો દ્વારા અપડેટ કરીશ.
હાલમાં શ્રેયા ઘોષાલ સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ 15 માં જજ તરીકે જોવા મળી રહી છે. તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ઓબેસિટી સામે લડવા અને સ્વસ્થ જીવનશૈલી જીવવા વિશે વાત કરવા માટે પ્રભાવશાળી વ્યક્તિઓમાંના એક તરીકે પસંદ કર્યા હતા.
આ પણ વાંચોઃ કામના કલાકો નહીં પરંતુ ગુણવત્તાયુક્ત કામ અગત્યનું છેઃ આકાશ અંબાણી