ટ્રેન્ડિંગમનોરંજન

Coldplay Concertમાં પિતા અને પતિ સાથે પહોંચી શ્રેયા ઘોષાલ, ઈમોશનલ વીડિયો વાયરલ

  • 19 જાન્યુઆરીએ, મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં કોલ્ડપ્લે બેન્ડનો બીજો કોન્સર્ટ દિવસ હતો, જેમાં બોલિવૂડની પ્લેબેક સિંગર શ્રેયા ઘોષાલ પણ પહોંચી હતી

20 જાન્યુઆરી, મુંબઈઃ ઈન્ટરનેશનલ મ્યૂઝિક બેન્ડ કોલ્ડપ્લેની કોન્સર્ટ ભારતમાં શરૂ થઈ ગઈ છે. 19 જાન્યુઆરીએ, મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં કોલ્ડપ્લે બેન્ડનો બીજો કોન્સર્ટ દિવસ હતો, જેમાં બોલિવૂડની પ્લેબેક સિંગર શ્રેયા ઘોષાલ પણ પહોંચી હતી. શ્રેયા તેના 70 વર્ષીય પિતા વિશ્વજીત ઘોષાલ અને પતિ શિલાદિત્ય મુખોપાધ્યાય સાથે આ કોન્સર્ટમાં પહોંચી હતી. આ દરમિયાન ગાયક થોડી ઈમોશનલ થઈ ગઈ હતી. તેણે તેના સોશિયલ મીડિયા પર તેની કેટલીક ઝલક પણ શેર કરી છે.

કોલ્ડપ્લે કોન્સર્ટમાં સામેલ થઈ શ્રેયા

આ કોન્સર્ટમાં શ્રેયા તેના પતિ સાથે નાચતી અને ઝૂમતી જોવા મળી હતી. બેન્ડે સ્ટેજ પર તેમના પ્રખ્યાત ગીતો ‘ફિક્સ યુ’, ‘પેરેડાઇઝ’ અને ‘એ સ્કાય ફુલ ઓફ સ્ટાર્સ’ પર્ફોમ કર્યા હતા. તેના પિતા પણ કોન્સર્ટમાં ખૂબ એન્જોય કરતા જોવા મળ્યા હતા. લાખોની ભીડમાં હાજર શ્રેયાને જોઈને તેના ફેન્સ સેલ્ફી લેવા માટે પડાપડી કરવા લાગ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by shreyaghoshal (@shreyaghoshal)

શ્રેયાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટમાં લખ્યું, કોલ્ડપ્લે માટે માત્ર પ્રેમ. હું ક્રિસ માર્ટિન અને તેના બેન્ડની બીજા કોન્સર્ટમાં ભાગ લઈ રહી છું અને તમે મુંબઈમાં તમારા પ્રદર્શનથી જાદુ પાથર્યો છે. તમારા ‘ફિક્સ યુ’ ગીત દરમિયાન હું મારા આંસુ રોકી ન શકી. મારા 70 પ્લસના પિતા બિસ્વજીત ઘોષાલને આ કોન્સર્ટ ખૂબ જ ગમી છે. મને અને શિલાદિત્યને અમારા બાળપણની યાદોને ફરી એકવાર સાથે તાજી કરવાની તક આપવા બદલ આભાર.

કોલ્ડપ્લેની આગામી કોન્સર્ટ અમદાવાદમાં

મુંબઈમાં 21મી જાન્યુઆરીએ કોલ્ડપ્લે બેન્ડ છેલ્લી વખત પરફોર્મ કરશે. આ કોન્સર્ટ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં યોજાશે. મુંબઈ બાદ કોલ્ડપ્લેની આગામી કોન્સર્ટ 25 અને 26 જાન્યુઆરીએ અમદાવાદમાં યોજાશે. ક્રિસ માર્ટિન, જોની બકલેન્ડ, બેસિસ્ટ ગાઈ બેરીમેન, ડ્રમર અને પર્ક્યુસિનિસ્ટ વિલ ચેમ્પિયન અને મેનેજર ફિલ હાર્વે દેશભરમાં શાનદાર પર્ફોમન્સ આપશે.

આ પણ વાંચોઃ મહાકુંભમાં સંગમ તટ પર 24થી 26 જાન્યુઆરી ડ્રોન શોનું આયોજન કરાશે

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button