ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : શ્રી સમાલ ગોળ દરજી સમાજના પ્રમુખ તેમજ મંત્રી પદે વરણી કરાઈ

Text To Speech

બનાસકાંઠા 12 ઓગસ્ટ 2024 :   બનાસકાંઠા તથા પાટણ જિલ્લાના શ્રી સમાલ ગોળ દરજી જ્ઞાતિ વિકાસ મંડળ દ્વારા સમાજના નવીન હોદ્દેદારોની વરણી કરાઈ હતી જેમાં સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે સોમાભાઈ દરજી ની સર્વનુંમતે વરણી કરાઈ હતી.

શ્રી સમાલ ગોળ દરજી જ્ઞાતિ વિકાસ મંડળ આયોજિત ઇનામ વિતરણ કાર્યક્રમ અને સાધારણ સભા યોજાઈ હતી. જેમાં શ્રી સમાલ ગોળ દરજી સમાજના હોદેદારોને નવનિયુક્ત કરાયા હતા હતી જેમાં પ્રમુખ તરીકે સતત બીજી ટર્મ માટે સમાજના ઉત્સાહી અને સતત સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા દરજી સોમાભાઈ ધુડાભાઈ દરજી (ડીસા) ને બીજા વર્ષ માટે પણ પ્રમુખ પદ ની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે મંત્રી તરીકે અશ્વિનભાઈ બાબુભાઈ દરજી (ભીલડીવાળા)ની પણ બીજી ટર્મ માટે સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી હતી.

જોકે સમાજ માટે હમેશા ઉત્સાહભેર કામ કરનાર પ્રમુખ અને મઁત્રીને બીજા વર્ષ માટે પણ આ બન્ને યુવાનો ને જવાબદારી સોંપવમાં આવતા સમગ્ર ડીસા પંથકમાં આનંદ ફેલાયો હતો. આ પ્રસંગે મોટી સખ્યાંમાં સમાજના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને બન્ને ને અભિનંદન પાઠવી તેમનું સમગ્ર સમાજ દ્વારા હર્ષભેર સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો : અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના રેસિડેન્સ ડોક્ટરોએ કેમ હડતાળની ચીમકી ઉચ્ચારી

Back to top button