ગુજરાત

શ્રી રામ ઉત્સવ: અમદાવાદ સ્થિત આ હોસ્પિટલમાં એક્સ રે, સિટી સ્કેન સહિત વિવિધ સેવાઓની વિના મૂલ્યે સારવાર

Text To Speech
  • શહેરીજનોને વિના મૂલ્યે સારવાર મળી રહે તે માટે મોટી જાહેરાત
  • ગર્ભવતી મહિલાઓને વિનામૂલ્યે ડિલિવરી કરી આપવામાં આવશે
  • અમદાવાદ સ્થિત વલ્લભ કાકાડિયાની હોસ્પિટલમાં સારવાર મળશે

શ્રી રામ ઉત્સવ: અમદાવાદ સ્થિત હોસ્પિટલમાં એક્સ રે, સિટી સ્કેન સહિત વિવિધ સેવાઓની વિના મૂલ્યે સારવાર આપવામાં આવશે. જેમાં અમદાવાદમાં ગર્ભવતી મહિલાઓને વિનામૂલ્યે ડિલિવરી કરી આપવામાં આવશે. અમદાવાદ સ્થિત વલ્લભ કાકાડિયાની હોસ્પિટલમાં સારવાર મળશે.

આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, જાણો કયા રહ્યું સૌથી ઓછુ તાપમાન

શહેરીજનોને વિના મૂલ્યે સારવાર મળી રહે તે માટે મોટી જાહેરાત

અયોધ્યા રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરીના દિવસે અમદાવાદના શહેરીજનોને વિના મૂલ્યે સારવાર મળી રહે તે માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદમાં ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય વલ્લભ કાકડિયાએ અમદાવાદના શહેરીજનો માટે મોટી જાહેરાત કરી છે. પૂર્વ ધારાસભ્ય વલ્લભ કાકડિયાના અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં 22 જાન્યુઆરીએ જે મહિલાઓ ડિલિવરી માટે આવશે તેમની ડિલિવરી વિના મૂલ્યે કરી દેવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદમાં બપોરે 12.39ના વિજય મુહૂર્તમાં ઠેર ઠેર મહાઆરતીનું આયોજન 

શહેરમાં 1000 મહિલાઓએ ડિલિવરી માટે ગાયનેક પાસે બુકિંગ કરાવ્યું

શહેરમાં 1000 મહિલાઓએ ડિલિવરી માટે ગાયનેક પાસે બુકિંગ કરાવ્યું છે. તેમાં અયોધ્યા રામ મંદિરમાં રામલલાના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારે અડધા દિવસની રજા જાહેર કરી છે તો કેટલાક ગુજરાતના મોટાભાગના બજારોએ પણ બજારો બંધ રાખવાની જાહેરાત કરી છે. આ ઐતિહાસિક દિવસે ઘણા બધા શહેરોમાં વિવિધ જાહેરાતો અને ઉત્સવોની ઊજવણી કરવામાં આવશે. પૂર્વ ધારાસભ્ય વલ્લભ કાકાડિયાએ જણાવ્યું હતું કે, અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી તેમની હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાઓને ફ્રીમાં ડિલીવરી કરી આપવામાં આવશે તે સિવાય અમારી હોસ્પિટલમાં આવનાર તમામ દર્દીઓને એક્સ-રે, સિટી સ્કેન, સોનોગ્રાફી સહિતની વિવિધ સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આપવામાં આવશે.

Back to top button