ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનું સ્નેહમિલન 4 જાન્યુઆરીએ રાજકોટમાં યોજાશે

Text To Speech
  • શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ભવ્ય આયોજન
  • શ્રી ખોડલધામ સમિતિ નોર્થ ઝોન, વેસ્ટ ઝોન અને સાઉથ ઝોન દ્વારા યોજાશે સ્નેહમિલન
  • સ્નેહમિલન સમારોહમાં લેઉવા પટેલ પરિવારજનોને ભાવભર્યું આમંત્રણ

રાજકોટ, 3 જાન્યુઆરીઃ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના નેજા હેઠળ કામ કરતી શ્રી ખોડલધામ સમિતિ નોર્થ ઝોન, વેસ્ટ ઝોન અને સાઉથ ઝોન રાજકોટ શહેર દ્વારા રાજકોટ શહેરમાં આવતીકાલે 4 જાન્યુઆરીને ગુરુવારના રોજ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરના નવા 150 રિંગ રોડ પર પાટીદાર ચોક પાસે આવેલા શુભમંગલ પાર્ટી લોન્સ એન્ડ બેન્ક્વેટ ખાતે શ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સર્વ સમાજના લાભાર્થે નિર્માણ પામનાર અદ્યતન કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું આગામી 21 જાન્યુઆરી, 2024ના રોજ ભૂમિપૂજન થનાર છે ત્યારે આ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ભૂમિપૂજન સમારોહનું આમંત્રણ આપવા અને ભૂમિદાન માટે સૌને સંકલ્પબદ્ધ કરવાના આશય સાથે શ્રી નરેશભાઈ પટેલ આ સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપશે.

રાજકોટ શહેરના નવા 150 રિંગ રોડ પર પાટીદાર ચોક પાસે આવેલા શુભમંગલ પાર્ટી લોન્સ એન્ડ બેન્ક્વેટ ખાતે સાંજે 5 કલાકેથી આ સ્નેહમિલન સમારોહ શરૂ થશે. જેમાં મનસુખભાઈ વસોયા (ખિલોરીવાળા) હાસ્યરસ પીરસશે. ત્યારબાદ શ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત સૌને રાજકોટ નજીક અમરેલી ગામ ખાતે નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર અંગેની માહિતી આપશે અને સૌને આ માનવ સેવાના કાર્યમાં ભૂમિદાનના માધ્યમથી સહભાગી થવા આહવાન કરશે.

આ પણ વાંચોઃ કર્ણાટક: બાબરી ધ્વંસ કેસમાં હિંદુ કાર્યકર્તાની ધરપકડ સામે BJPનો વિરોધ

Back to top button