ટ્રેન્ડિંગધર્મ

આ વર્ષે બે મહિના ચાલશે શ્રાવણઃ વર્ષો બાદ બનશે શુભ સંયોગ

Text To Speech
  • શ્રાવણ મહિનાના સોમવારે ભગવાન શિવની ઉપાસના કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે
  • શ્રાવણનો મહિનો ભગવાન શિવનો અત્યંત ફેવરિટ મહિનો છે
  • આ વખતે અધિક માસ શ્રાવણમાં આવી રહ્યો છે તેથી શ્રાવણ બે મહિનાનો હશે

શ્રાવણ મહિનો મહાદેવજીને સમર્પિત હોય છે. આ પવિત્ર મહિનામાં ભગવાન શિવની ઉપાસના કરવામાં આવે છે. એવું કહેવાય છે કે શ્રાવણ મહિનાના સોમવારે ભગવાન શિવની ઉપાસના કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. સાથે સાથે વ્યક્તિની મનોકામના પણ પુર્ણ થાય છે. એવું કહેવાય છે કે શ્રાવણનો મહિનો ભગવાન શિવનો અત્યંત ફેવરિટ મહિનો છે. આ વખતે શ્રાવણ મહિનો બે મહિનાનો રહેવાનો છે. કેમકે આ વખતે અધિક માસ શ્રાવણમાં આવી રહ્યો છે. આ વખતે શ્રાવણ માસ બે મહિનાનો હશે.

આ વર્ષે બે મહિના ચાલશે શ્રાવણઃ વર્ષો બાદ બનશે ખૂબ જ શુભ સંયોગ hum dekhenge news

ક્યારે શરૂ થશે શ્રાવણ 2023?

શ્રાવણ મહિનો આ વખતે 4 જુલાઇથી શરૂ થઇ રહ્યો છે, તે 31 ઓગસ્ટ સુધી ચાલશે. આ વખતે શ્રાવણ 59 દિવસનો હશે. 18 જુલાઇથી 16 ઓગસ્ટ સુધી અધિક શ્રાવણ માસ રહેશે. અધિક મહિનાને પુરુષોત્તમ મહિનો પણ કહેવાય છે. વૈદિક પંચાગની ગણતરી સૌરમાસ અને ચંદ્રમાસના આધારે થાય છે. એક ચંદ્રમાસ 354 દિવસનો જ્યારે સૌરમાસ 365 દિવસનો હોય છે. આ પ્રકારે આ બંનેમાં 11 દિવસનું અંતર આવી જાય છે અને ત્રીજા વર્ષે 33 દિવસનો અધિક માસ બની જાય છે. વર્ષમાં આ 33 દિવસના એડજસ્ટમેન્ટને અધિકમાસ કહેવાય છે. 2023માં અધિકમાસનું એડજસ્ટમેન્ટ શ્રાવણમાં થઇ રહ્યુ છે, તેથી બે શ્રાવણ રહેશે. આ વખતે શ્રાવણમાં આજ કારણે 8 સોમવાર આવશે. આ શુભ સંયોગ 19 વર્ષ બાદ બની રહ્યો છે.

આ વર્ષે બે મહિના ચાલશે શ્રાવણઃ વર્ષો બાદ બનશે ખૂબ જ શુભ સંયોગ hum dekhenge news

આ પણ છે મહત્ત્વ

અધિક માસમાં શ્રાવણનો શુભ સંયોગ 19 વર્ષ પછી આવી રહ્યો છે. 18 જુલાઇથી 16 ઓગસ્ટ સુધી અધિક શ્રાવણ રહેશે તેથી ભગવાન શિવ સાથે ભગવાન વિષ્ણુની પણ કૃપા મળશે. શ્રાવણમાં સોમવારનું પણ ખૂબ મહત્ત્વ હોય છે. એવુ કહેવાય છે કે શ્રાવણના સોમવાર કરનારા લોકોમાં ક્યારેય તકલીફો આવતી નથી. વૈવાહિક જીવનમાં ખુશહાલી રહે છે. સાથે જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. સોમવારનું વ્રત કરવાથી કુંડળીમાં ચંદ્રમાની સ્થિતિ પણ મજબૂત થાય છે.

આ પણ વાંચોઃ વજન ઘટાડવા ઇચ્છતા હો તો સાંજના નાસ્તામાં સામેલ કરો આ હેલ્ધી સ્નેક્સ

Back to top button