શ્રાવણ માસમાં શિવજીની ભક્તિનું વિશેષ મહત્વ રહેલું છે. તેમાં પણ શ્રાવણના સોમવારના ભગવાન શિવની આરાધનાથી ખાસ ફળ પ્રાપ્ત થાય છે. જેના અંગે શિવ મહાપુરાણ અનુસાર ક્યાં દ્રવ્યના અભિષેક કરવાથી કેવા ફળની પ્રાપ્તિ થાય છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ તમે ક્યા ઉદ્દેશ્યની પૂર્તિ માટે આ રુદ્રાભિષેક કરી રહ્યા છો તેમાં ક્યાં દ્રવ્યનો ઉપયોગ કરવો જોઈએ આ તમામ ઉલ્લેખ શિવ પુરાણમાં કરવામાં આવ્યો છે. તે અંગેનું સવિસ્તાર વર્ણન પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છું.
આ રીતે રુદ્રાભિષેક કરાવવાથી પૂર્ણ લાભ પ્રાપ્ત થશે.
- જલથી રુદ્રાભિષેક કરવાથી વૃષ્ટિ થાય છે.
- કુશા(ડાભ)ના જળથી અભિષેકથી રોગ અને દુઃખથી છુટકારો મળે છે.
- દહીંથી અભિષેક કરવાથી પશુ,મકાન અને વાહનની પ્રાપ્તિ થાય છે.
- શેરડીના રસથી અભિષેક કરવાથી લક્ષ્મી પ્રાપ્તિ થાય છે.
- મધ યુક્ત જળથી અભિષેક કરવાથી ધનની વૃદ્ધિ થાય છે.
- તીર્થના જળથી અભિષેક કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
- અત્તર યુક્ત જળથી અભિષેક કરવાથી બીમારી નષ્ટ થાય છે.
- દૂધથી અભિષેક કરવાથી પુત્ર પ્રાપ્તિ, પ્રમેહ રોગની શાંતિ તથા મનોકામના પૂર્ણ થાય છે.
- ગંગાજળથી અભિષેક કરવાથી તાવમાં મુક્તિ મળે છે.
- દૂધ,સાકર મિશ્રિત અભિષેક કરવાથી સદ્બુદ્ધીની પ્રાપ્તિ થાય છે.
- ઘી થી અભિષેક કરવાથી વંશ વિસ્તાર વધે છે.
- સરસવના તેલથી અભિષેક કરવાથી રોગ તથા શત્રુઓનો નાશ થાય છે.
- શુદ્ધ મધથી રુદ્રાભિષેક કરવાથી પાપ ક્ષય થાય છે.
આ પણ વાંચો : શ્રાવણમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે બનાવો પંચામૃત
આ પ્રકારે શિવના રુદ્રરુપનું પૂજન અને અભિષેક કરવાથી જાણતા અજાણતાં થવાવાળા પાપા ચરણથી મુક્ત થવાય છે. સાધકમાં શિવત્વ રુપ સત્યં શિવમ્ સુંદરમ્ નો ઉદય થાય છે. એ પછી શિવ કૃપાથી સમૃદ્ધિ, ધન-ધાન્ય,વિદ્યા અને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. તેમજ શિવ પુરાણ અનુસાર તેમાં વ્યક્તિની શ્રદ્ધા અનુસાર તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે…!