ટ્રેન્ડિંગધર્મ

શ્રાવણ સોમવાર વિશેષ : શિવનું રટણ કરો છો પણ શું અર્થ જાણો છો ?

Text To Speech

શિવ નામનું રટણ સૌ કોઈ કરે છે તો ક્યારેય તમને શિવ નો અર્થ જાણવાની ઈચ્છા ન થઈ ? હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શ્રાવણ માસ ભગવાન શિવનો પવિત્ર માસ છે, તેમાં પણ સોમવાર ભગવાન શિવનો ખૂબ જ પ્રિય છે. આજે શિવનો અર્થ અને તેમના નામનો મહિમા જાણવા અને સમજવાનો પ્રયત્ન કરીએ.

સૌથી પહેલી વાત તો શું તમે જાણો છો ભગવાન શ્રીકૃષ્ણ કયા દેવની સ્તુતિ કરતા ?

‘પદ્મપુરાણ’ના પાતાલખંડમાં એક કથા વર્ણવી છે. જેમાં શ્રીકૃષ્ણ કહે છે. ‘જેને મહાદેવ, મહાદેવના નામની ધૂન લાગી હોય, એની સાથે હું હંમેશાં ચાલતો રહું છું. જો કોઇ ‘શિવ’ નામનું રટણ કરતા દેહ છોડે તો તેણે જન્મોજન્મ કરેલા પાપોથી તેને મુક્તિ મળે છે. શિવજીનું નામ મને પણ પ્રિય છે. જે મનુષ્ય શિવજીને નમસ્કાર કરી પૂજા કરે છે, તેમજ તેમનું નામ સ્મરણ કરે, ‘ઓમ નમઃ સિવાય’ના જાપ સાથે શિવભક્તિ કરે, શતરુદ્રીયનું અનુષ્ઠાન કરે તે ભક્ત મને વ્હાલમાં વહ્લો છે. તેવા મારા વ્હાલા ભક્તને કોઇએ દુઃખ દેવા વિચાર ન કરવો. તેમજ શિવ અંગે શ્રી કૃષ્ણ આગળ જણાવે છે, શિવ નામ જાપમાં એ ખાસ ધ્યાન રાખવાનું છે કે,એમના નામ જાપ સાથે એમની માયા,એટલે કે અર્ધાંગિનીનું નામ પણ બોલાવું જોઇએ જેમ કે ‘શિવ પાર્વતી’ ભગવાન શિવ માયાપતિ છે.

ભગવાન શિવના અર્થ અને તેમના મહાત્મય અંગે બ્રહ્માજી જણાવે છે, વેદનાં જ્ઞાાન થયા પછી મને વિશ્વાસ થયો છે કે, સંસારમાં જે મહાનત્તમ છે, તે સર્વેનાં દેવ એવા મહાદેવ જ છે. જગતભરમાં પૂજાતા મહાદેવની મૂળ પ્રકૃત્તિ ઇશ્વરી છે, તે પ્રકૃતિ દ્વારા પૂજાતા દેવ છે. આના સ્વામી હોવાથી મહેશ્વર છે.

શિવ નામનો અર્થ 

શિવ માં ‘શિ’નો અર્થ થાય છે, પાપનો નાશ કરનારા અને ‘વ’ અક્ષર ઉચ્ચારતા મુક્તિનો ભાવાર્થ મળે છે. આમ શિવ શબ્દ કલ્યાણ-મુક્તિ વાચક છે. શિવ શબ્દ જે ઉચ્ચારવાથી પાપનો નાશ થતાં મુક્તિ મળવાની શક્યતા થાય છે.

‘જે રાખે શિવ પર સ્નેહ । મને ઘણો વલ્લભજન તેહ ।।

રાખે મુજશુ અનન્ય આશક્ત । શિવ દ્રોહ કરે મમ ભક્ત ।।

ના થાઉં પ્રસન્ન તેને કો કાળ । તે પ્રાણીને ગણવો ચંડાળ ।।’

સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન હોવા છતાં શિવલિંગ પર સહસ્ત્ર બિલિપત્ર ચઢાવ્યા હતા. જે શિવલિંગને શ્રીકૃષ્ણ પૂજન કર્યું હતું તે શિવલિંગ આજે બિલેશ્વરના નામથી પ્રખ્યાત છે. ત્યાં જે નદીના કિનારા પર શિવજી મંદિર આવેલું છે, ત્યાં બિલ્વગંગા નામે નદી છે.’મહાશિવપુરાણ’માં એવો ઉલ્લેખ છે કે, પોરબંદર પાસેના આ ડુંગર પર બિલ્લેશ્વર મહાદેવ અને કિલ્લેશ્વર મહાદેવની સ્થાપના છે.

આ પણ વાંચો : શ્રાવણ સોમવાર વિશેષ : શિવજીને પ્રસન્ન કરવા માટે શાનો કરશો રુદ્રાભિષેક ?

Back to top button