ટ્રેન્ડિંગધર્મ

મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના રાજ્યોમાં હજુ શરૂ થયો નથી શ્રાવણ

Text To Speech
  • અનેક રાજ્યોમાં હજુ શ્રાવણ મહિનો શરૂ થવાને વાર
  • શ્રાવણનો બીજો સોમવાર 17 જુલાઇના રોજ આવશે
  • ગુજરાતમાં શ્રાવણનો પહેલો સોમવાર 21 ઓગસ્ટના રોજ

દેશભરમાં શ્રાવણ મહિનાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. શિવમંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. જોકે આખા દેશમાં હજુ શ્રાવણ શરૂ થયો નથી. કેટલાક હિન્દી રાજ્યોમાં હિંદુ પંચાગ અનુસાર શ્રાવણનો બીજો સોમવાર 17 જુલાઇના રોજ હશે. શ્રાવણના સોમવારે ભક્તો વિધિ વિધાન સાથે વ્રત કરે છે. શિવલિંગ પર જળાભિષેક કરે છે. તેનાથી તેમની તમામ મનોકામના પુર્ણ થાય છે. આ સાથે તમામ કષ્ટમાંથી મુક્તિ મળે છે. જોકે શ્રાવણ મહિનો હજુ અમુક જ રાજ્યોમાં શરૂ થયો છે. મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં હજુ શ્રાવણ આવ્યો નથી. અહીં હજી શ્રાવણનો પહેલો સોમવાર મનાવાયો નથી.

મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં હજુ શરૂ થયો નથી શ્રાવણઃ જાણો તારીખ hum dekhenge news

આ રાજ્યોમાં હોય છે 15 દિવસનું અંતર

ધાર્મિક માન્યતાઓ મુજબ કેટલાક રાજ્યોમાં સંક્રાંતિ અને પુર્ણિમા તિથિ પ્રમાણે નવા મહિનાની ગણતરી થાય છે. જ્યારે દેશના પશ્વિમ ભાગ જેવા કે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા સહિત અનેક રાજ્યોમાં અમાસની તિથિ પ્રમાણે ગણતરી થાય છે. આ રાજ્યોના પંચાંગમાં 15 દિવસનું અંતર હોય છે. પંચાંગ અનુસાર ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાં શ્રાવણ મહિનો વર્ષનો 10મો મહિનો માનવામાં આવે છે અને કાર્તિક મહિનામાં નવવર્ષ આરંભ થાય છે. ઉત્તર ભારતમાં ચૈત્ર મહિનાથી નવવર્ષની શરૂઆત થાય છે. ઉત્તર ભારતમાં શ્રાવણનો મહિનો પાંચમો મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં તમામ ભક્તો ભગવાન શિવજીની પૂજા કરે છે.

મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં હજુ શરૂ થયો નથી શ્રાવણઃ જાણો તારીખ hum dekhenge news

આ રાજ્યોમાં 17 ઓગસ્ટથી શરૂ થશે શ્રાવણ

પંચાંગ અનુસાર મહારાષ્ટ્ર, ગુજરાત સહિત ગોવા, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તામિલનાજુમાં શ્રાવણ મહિનો અમાસથી શરૂ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાજ્યોમાં અધિક મહિનાની શરૂઆત 18 જુલાઇથી થશે અને 16 ઓગસ્ટના રોજ અધિક માસ સમાપ્ત થશે. શ્રાવણ મહિનો 17 ઓગસ્ટથી શરૂ થશે અને 21 ઓગસ્ટે હશે પવિત્ર શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર. અધિક શ્રાવણ માસનો પહેલો સોમવાર 24 જુલાઇના રોજ હશે અને આખરી સોમવાર 14 ઓગસ્ટના રોજ હશે. શુદ્ધ શ્રાવણ મહિનાનો બીજો સોમવાર 28 ઓગસ્ટ, ત્રીજો સોમવાર 4 સપ્ટેમ્બર અને ચોથો અને છેલ્લો સોમવાર 11 સપ્ટેમ્બરના રોજ હશે.

આ પણ વાંચોઃ વાળ સમય કરતા વહેલા સફેદ થતા અટકાવો

Back to top button