ટોપ ન્યૂઝનેશનલ

હત્યા કર્યા બાદ સૌથી પહેલા શ્રદ્ધાનો હાથ કાપ્યો તો…. આફતાબના નવા ખુલાસા, ફ્લેટમાંથી મળ્યા અનેક હથિયાર

નવી દિલ્હીઃ શ્રદ્ધા વાલકર હત્યાકાંડમાં પોલીસને મહત્વની જાણકારી મળી છે. પોલીસને તે હથિયાર મળી ગયું છે, જેનાથી આફતાબે શ્રદ્ધાના મૃતદેહના 35 ટુકડા કર્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તપાસમાં સામે આવ્યું છે કે આફતાબે ચાઈનીઝ ચાપડથી શ્રદ્ધાની બોડીના ટુકડા કર્યા હતા.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આફતાબે શ્રદ્ધાની હત્યા પછી સૌથી પહેલા શ્રદ્ધાના હાથના ટુકડા કર્યા હતા. નાર્કો ટેસ્ટમાં તેને જણાવ્યું કે તેને જે નાની આરીથી શ્રદ્ધાની બોડી કાપી હતી તે ક્યાં ફેંકી હતી. પોલીસ હવે તે લોકેશન પર તે હથિયાર શોધી રહી છે.

કયાંથી ખરીદ્યા હતા હથિયાર, પોલીસ મેળવી રહી છે ભાળ
પોલીસે આફતાબના ફ્લેટમાંથી અનેક ધારદાર હથિયાર જપ્ત કર્યા છે. એવું પણ કહેવાય છે કે તે હથિયારથી જ શ્રદ્ધાની બોડીના ટુકડા કરવામાં આવ્યા હતા. હવે પોલીસ તે શોધવાનો પ્રયાસ કરી રહી છે કે આફતાબે આ ચાપડ કયાંથી ખરીદ્યા હતા.

આ ઉપરાંત પોલીસ તે વાતની પણ તપાસ કરી રહી છે કે આ હથિયાર 18 મે પહેલા ખરીદવામાં આવ્યા હતા કે શું? જો એવું પુરવાર થાય કે હથિયાર હત્યા પહેલા ખરીદવામાં આવ્યા હતા, તો એ વાત પુરવાર થઈ જશે કે આફતાબે ષડયંત્ર અંતર્ગત જ આ હત્યા કરી હતી. જો કે આફતાબ સતત એમ જ જણાવી રહ્યો છે કે તેને ગુસ્સામાં આવીને શ્રદ્ધાની હત્યા કરી હતી.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબૂ શ્રદ્ધાની હત્યાના અનેક મહિના બાદ આફતાબે શ્રદ્ધાનો મોબાઈલ પોતાની પાસે જ રાખ્યો હતો. મુંબઈ પોલીસે જ્યારે તેને પૂછપરછ માટે બોલાવ્યો હતો તે સમયે પણ શ્રદ્ધાનો મોબાઈલ તેની પાસે જ હતો. બાદમાં તે ફોન તેને મુંબઈના દરિયામાં ફેંકી દીધો હતો.

Shraddha Murder Case
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આફતાબે શ્રદ્ધાની હત્યા પછી સૌથી પહેલા શ્રદ્ધાના હાથના ટુકડા કર્યા હતા.

જેલમાં એકલો ચેસ રમ્યા કરે છે
શ્રદ્ધાના હત્યાકાંડનો આરોપી આફતાબ અનેક વખત પોલીસની કલાકો સુધી ચાલનારી પૂછપરછનો સામનો કરી ચુક્યો છે. તેનો પોલીગ્રાફ પછી નાર્કો ટેસ્ટ પણ થયો. દરેક વખતે તેને શાતિર મગજ વાપરીને જવાબ આપ્યા. પોલીસ અત્યાર સુધીની તપાસમાં તેની પાસેથી ખાસ કંઈ જાણકારી મેળવી શકી નથી. પૂછપરછ દરમિયાન તે શાંત જ હોય છે અને તેના ચહેરા પર કોઈ જ પસ્તાવો પણ દેખાતો નથી.

ત્યારે હવે આફતાબના શોખ સાથે જોડાયેલી એક જાણકારી પણ સામે આવી છે. મળતી માહિતી મુજબ આફતાબને ચેસ રમવું જ ઘણું ગમે છે. તિહાર જેલના સૂત્રોના જણાવ્યા મુજબ બેરેક નંબર-4માં બંધ આફતાબ ટાઈમ પાસ કરવા માટે કલાકો સુધી ચેસ રમતો રહે છે. તે પોતાની બેરેકમાં એકલો જ ચેસ રમ્યા કરે છે.

નાર્કો ટેસ્ટમાં હત્યાની વાત કબુલી હતી
નાર્કો ટેસ્ટમાં આફતાબે હત્યાની વાત કબુલી છે. નાર્કો ટેસ્ટ દરમિયાન આફતાબને જ્યારે પૂછવામાં આવ્યું કે શ્રદ્ધાનો ફોન કયાં છે તો આફતાબે જવાબ આપ્યો કે શ્રદ્ધાનો ફોન તેને ક્યાંક ફેંકી દીધો છે. આફતાબે તે વાત સ્વીકારી કે તેને ગુસ્સામાં આવીને શ્રદ્ધાની હત્યા કરી હતી.

નાર્કો ટેસ્ટમાં આફતાબે શ્રદ્ધાના મૃતદેહના ટુકડા કરવા આરીના ઉપયોગની વાત પણ કબુલી. આફતાબને જ્યારથી એ સવાલ પૂછવામાં આવ્યો કે શું અન્ય કોઈ પણ હત્યાકાંડમાં સામેલ છે તો તેને કહ્યું આ હત્યાકાંડને તેને એકલા જ અંજામ આપ્યો છે. આફતાબે નાર્કો ટેસ્ટમાં શ્રદ્ધાના મૃતદેહના ટુકડા જંગલમાં ઠેકાણે લગાડવાની વાત પણ કબુલી છે.

પોલીસની સામે ભલે જ આફતાબ પોતાનો ગુનો કબુલી રહ્યો હોય પરંતુ આટલું પુરતું નથી. પોલીસની પાસે હજુસુધી કોઈ મજબૂત પુરાવા મળ્યા નથી. નાર્કો ટેસ્ટની વાત કોર્ટમાં ડાયરેક્ટ માનવામાં નથી આવતી. આફતાબે જે કહ્યું તે ફક્ત એક કડી છે જેને પોલીસે હવે પુરાવાની સાથે કનેક્ટ કરવાના છે.

Back to top button