નેશનલ

શ્રદ્ધા હત્યા કેસ : આફતાબની વેન ઉપર અજાણ્યા શખસોનો હુમલો

Text To Speech

શ્રદ્ધા હત્યા કેસના મુખ્ય આરોપી આફતાબની વેન પર દિલ્હીમાં હુમલો કરવામાં આવ્યો છે. આરોપી આફતાબ એફએસએલ ઓફિસની બહાર એક વાનમાં જઈ રહ્યો હતો, ત્યારે 4-5 લોકોએ કાર પર હુમલો કર્યો. આ ઘટનાના પગલે તેની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબુત કરવામાં આવી હતી.

આફતાબ પોલીગ્રાફ ટેસ્ટ માટે આવ્યો હતો

મળતી માહિતી મુજબ તેની વેનની બહાર લોકો તલવારો લઈને ઉભા હતા. શ્રદ્ધા મર્ડર કેસ બાદથી લોકોમાં આફતાબને લઈને ઘણો ગુસ્સો છે. હુમલાખોરોએ કહ્યું કે જો કોઈ આવું કરશે તો અમે તેને છોડીશું નહીં. જણાવી દઈએ કે, શ્રદ્ધા વોકરની હત્યાના આરોપી આફતાબ અમીન પૂનાવાલાને પોલીગ્રાફ ટેસ્ટ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં લાવવામાં આવ્યો હતો. જ્યાં કેટલાક હુમલાખોરોએ તેમના પર તલવારો વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

આફતાબને વાનમાંથી ઉતારવાનો પ્રયાસ

આ ઘટના અંગેનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લોકો તલવારો લઈને તેની વાનની પાછળ દોડ્યા હતા અને તેને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જો કે પોલીસની સતર્કતાના કારણે તે અટકી ગયા હતા અને આફતાબ ઉપર હુમલો થતા અટકી ગયો હતો.

Back to top button