ટોપ ન્યૂઝનેશનલ

શ્રદ્ધા હત્યા કેસ : આફતાબ કરશે ઉચ્ચ અભ્યાસ, કોર્ટમાં આ બાબતોની કરી માંગ

Text To Speech

દિલ્હીમાં શ્રદ્ધા હત્યા કેસનો આરોપી આફતાબ પૂનાવાલા હવે ઉચ્ચ અભ્યાસ કરવા માટે સાકેત કોર્ટમાં અરજી કરી છે હાલ તે તિહાર જેલમાં બંધ છે. તેને વકીલ મારફતે કોર્ટમાં કહ્યું કે તે આગળનો અભ્યાસ પૂર્ણ કરવા માંગે છે. વધુમાં તેને એક પેન્સિલ, ખાલી નોટબુકની માંગણી કરી છે, જેથી તે નોટ બનાવી શકે. ઉપરાંત, તેને તેનું શૈક્ષણિક પ્રમાણપત્ર અને પુસ્તકો પ્રદાન કરવા માંગણી કરી છે.

આ પણ વાંચો : શ્રદ્ધા હત્યા કેસમાં 75 દિવસ બાદ 6,636 પાનાની ચાર્જશીટ દાખલ, પરંતુ આફતાબે વકીલને બતાવવાની ના પાડી, શું છે નવું રહસ્ય !

આ સિવાય આફતાબે દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટની સોફ્ટ કોપી પણ માંગી છે. આફતાબના વકીલ એમએસ ખાને કોર્ટમાં કહ્યું છે કે ચાર્જશીટ યોગ્ય રીતે હોવી જોઈએ. આફતાબે પોતાના વકીલ દ્વારા કહ્યું હતું કે વકીલને ઈ-ચાર્જશીટ આપવામાં આવી છે, જેમાં તે બરાબર વાંચી શકતો નથી અને ફૂટેજ પણ સારા નથી એટલા માટે ફૂટેજ ચાર્જશીટ ફોલ્ડર પ્રમાણે અને અલગ પેન ડ્રાઈવમાં આપવા માંગણી કરી હતી.

24 જાન્યુઆરીએ દિલ્હી પોલીસે આફતાબ અમીન પૂનાવાલા વિરુદ્ધ 6629 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટે 7 ફેબ્રુઆરીના રોજ આફતાબ અમીન પૂનાવાલા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટની નોંધ લીધી હતી.

Back to top button