નેશનલ

શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબનો પોલિગ્રાફી ટેસ્ટ થશે, કોર્ટની પરવાનગી

Text To Speech

દિલ્હી પોલીસે સાકેત કોર્ટમાં શ્રદ્ધા હત્યાના આરોપી આફતાબના પોલીગ્રાફી ટેસ્ટ માટે અરજી લગાવી હતી. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, કોર્ટે સોમવારે પોલીગ્રાફી ટેસ્ટની મંજૂરી આપી છે. આ સાથે આફતાબના નાર્કો ટેસ્ટ પહેલા પોલિગ્રાફી ટેસ્ટ માટે કોર્ટની પરવાનગીની જરૂર હતી તે અવરોધ હવે દૂર થઈ ગયો છે. આ ટેસ્ટ ક્યારે લેવામાં આવશે તે હજુ સ્પષ્ટ નથી.

અત્યાર સુધીમાં લગભગ 13 હાડકાં અને ચહેરાના જડબાનો ભાગ મળ્યો

આ સિવાય દિલ્હી પોલીસને અત્યાર સુધીમાં લગભગ 13 હાડકાં અને ચહેરાના જડબાનો ભાગ મળ્યો છે. આ તમામને તપાસ માટે CFSLમાં મોકલવામાં આવ્યા છે. આફતાબના નાર્કો, પોલીગ્રાફી ટેસ્ટ એફએસએલમાં કરવામાં આવશે. પોલીસે કોર્ટને કહ્યું હતું કે આફતાબે પોતાના લિવ-ઈન પાર્ટનરની હત્યા અને તેના શરીરના 35 ટુકડા કર્યા હોવાની કબૂલાત કરી હતી, તે સવાલોના ભ્રામક જવાબો આપી રહ્યો હતો.

નાર્કો ટેસ્ટ માટે પરવાનગી મળી 

ગુરુવારે કોર્ટે રોહિણી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીને આફતાબનો નાર્કો ટેસ્ટ પાંચ દિવસમાં કરાવવાનો આદેશ આપ્યો હતો. ગુરુવારે કોર્ટે આરોપીની પોલીસ કસ્ટડીમાં પાંચ દિવસનો વધારો કર્યો હતો. જો કે, કોર્ટે કેસમાં તપાસ અધિકારીને આદેશ આપ્યો હતો કે આરોપીઓ પર થર્ડ-ડિગ્રી સજાનો ઉપયોગ ન કરે.

હત્યા મે મહિનામાં કરવામાં આવી હતી

દેશને હચમચાવી નાખનાર હત્યાનો આ મામલો છ મહિના જૂનો છે. આ મહિને આ વાતનો ખુલાસો થયો છે. આફતાબ અને શ્રદ્ધા આ વર્ષે મે મહિનામાં મુંબઈથી દિલ્હી શિફ્ટ થયા હતા. બંનેએ દિલ્હીના છતરપુર પહાડી વિસ્તારમાં ભાડે મકાન લીધું હતું. દિલ્હી આવ્યાના ત્રણ દિવસ બાદ બંને વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો અને આફતાબે શ્રદ્ધાની હત્યા કરી હતી.

મૃતદેહના 35 ટુકડા કરવામાં આવ્યા હતા

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેના શરીરના 35 ટુકડા કરી દીધા હતા અને દરરોજ રાત્રે તેને જંગલમાં ફેંકી દેતા હતા. શ્રદ્ધાના પિતાએ તેના ગુમ થયાની ફરિયાદ પોલીસને આપી હતી, જે બાદ પોલીસે તપાસ કરી તો મામલો સામે આવ્યો.

આ પણ વાંચો : શ્રદ્ધા મર્ડર કેસઃ આજે ખુલશે ’35 ટુકડા’નું રહસ્ય, નાર્કો ટેસ્ટ માટે 50 સવાલોની યાદી તૈયાર!

Back to top button