ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લોરેન્સ ગેંગના નિશાના પર શ્રદ્ધા હત્યાકાંડનો આરોપી આફતાબ પૂનાવાલા, જેલ પ્રશાસન એલર્ટ

Text To Speech
  • પૂનાવાલા પર મે 2022માં શ્રદ્ધા વોકરની કથિત રીતે હત્યા અને પછી તેના શરીરના ટુકડા કરવાનો આરોપ 

નવી દિલ્હી, 15 નવેમ્બર: દિલ્હીના પ્રખ્યાત શ્રદ્ધા વોકર મર્ડર કેસના આરોપી આફતાબ પૂનાવાલા વિશે મોટા માહિતી બહાર આવી છે. અહેવાલો મુજબ, આફતાબ પૂનાવાલા પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર છે. મહત્ત્વપૂર્ણ છે કે, પૂનાવાલા પર મે 2022માં શ્રદ્ધા વોકરની કથિત રીતે હત્યા અને પછી તેના શરીરના ટુકડા કરવાનો આરોપ છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, તિહાર જેલ પ્રશાસન પણ સતર્ક થઈ ગયું છે. જેલમાં આફતાબ પૂનાવાલાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

તંત્ર સુરક્ષાને લઈને એલર્ટ 

તિહાર સૂત્રોએ માહિતી આપી છે કે, જેલ પ્રશાસન મીડિયામાં ચાલી રહેલા અહેવાલોને ધ્યાનમાં લઈને શ્રદ્ધા વોકર હત્યાના આરોપી આફતાબ પૂનાવાલાની સુરક્ષાને લઈને સતર્ક છે. આફતાબ પૂનાવાલા તિહાર જેલ નંબર 4મા બંધ છે. તિહારના સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈ પોલીસ તરફથી કોઈ સત્તાવાર માહિતી મળી નથી પરંતુ તેઓએ મીડિયામાં આવેલા અહેવાલોને ધ્યાનમાં લીધા છે.

તિહાર જેલમાં કાવતરું

હકીકતમાં, બાબા સિદ્દીકી હત્યા કેસમાં પકડાયેલા આરોપી શિવ કુમાર ગૌતમે પોલીસને કહ્યું છે કે,તે આફતાબને મારવા માંગે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આફતાબ પૂનાવાલા લોરેન્સ બિશ્નોઈ ગેંગના શૂટરોના નિશાના પર છે. તિહાર જેલમાં જ આફતાબની હત્યાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.

શું હતો શ્રદ્ધા વોકર હત્યા કેસ?

મે 2022માં દિલ્હીના છતરપુર વિસ્તારમાં શ્રદ્ધા વોકરની હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ શ્રદ્ધાના શરીરના 30થી વધુ ટુકડા કરી દેવામાં આવ્યા હતા. આ ઘટના ત્યારે બહાર આવી જ્યારે શ્રદ્ધાના પિતાએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી. મળતી માહિતી મુજબ, શ્રદ્ધાના મૃતદેહના ટુકડા ત્રણ અઠવાડિયા સુધી ફ્રીજમાં રાખવામાં આવ્યા હતા અને ધીમે ધીમે શહેરના ઘણા વિસ્તારોમાં તેને ફેંકી દેવામાં આવ્યા હતા. આફતાબ પૂનાવાલા આ હત્યાનો આરોપી છે.

આ પણ જૂઓ: ખ્યાતિ હોસ્પિટલકાંડઃ મેડિકલ કેમ્પના નામે પણ દર્દીઓનાં જીવન સાથે ચેડાં થઈ ચૂક્યાં છે?

Back to top button