શ્રદ્ધા હત્યાકાંડ જેવી ઘટના ઝારખંડમાં, પતિએ પત્નીના 12 ટુકડા કરી ફેંકી દીધા
દિલ્હીની ચકચારી ઘટના શ્રદ્ધા હત્યાકાંડ જેવી જ એક ઘટના ઝારખંડમાં ઘટી હોવાનું સામે આવ્યું છે. હવે લોકોને કાયદા કે કાનુનનો ડર જ ન હોય તેમ એક બાદ એક હત્યા જેવા ક્રાઇમની ઘટનાઓ બહાર આવી રહી છે.
પતિએ કર્યા પત્નીના ટુકડાં
હજૂ તો શ્રદ્ધા હત્યાકાંડના આરોપીને સજા પણ નથી મળી રહી ત્યારે આવો જ બીજો એક હત્યાકાંડ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં એક વ્યક્તિએ તેની બીજી પત્નીની નિર્મમ રીતે હત્યા કરને તેના શરીરના ટુકટા કરી નાખ્યા હતા.
પોલીસને મહિલાના ટુકડા મળ્યા
આ મામલે તપાસ કરી રહેલા પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ પોલીસને સાહિબગંજની 22 વર્ષની આદિવાસી મહિલાના મૃતદેહના 12 ટુકડાઓ મળી આવ્યા હતા. જોકે હજુ મૃતદેહના માથા સહિત કેટલાક ભાગોની શોધખોળ ચાલી રહી છે. પોલીસે હાલ આરોપી પતિ દિલદાર અંસારીની ધરપકડ કરી લીધી છે. આ બનાવની પ્રાથમિક વિગતો મુજબ 17 ડિસેમ્બરની સાંજે 6 વાગ્યાની આસપાસ પોલીસને સાંથલી મોમીન ટોલા વિસ્તારમાં જૂના મકાનમાંથી એક મહિલાના મૃતદેહના ટુકડાઓ મળી આવ્યા હતા.
પરિવારે ગૂમ થયાની નોંધાવી હતી ફરિયાદ
આ મૃતહેદ અંગે તપાસ કરતા પોલીસને જાણવા મળ્યુ હતું કે આ મહિલાનુ નામ રૂબિકા પહાદીન છે. જેની તેના પતિ દિલદાર અન્સારીએ કથિત રીતે હત્યા કરી દીધી છે. પોલીસના જણાવ્યા મુજબ રૂબિકા પહાદીન આરોપી દિલદાર અન્સારીની બીજી પત્ની હતી. તેઓ છેલ્લા બે વર્ષથી એકબીજાને ઓળખતા હતા. આરોપી આ મહિલાને લગ્નના બહાને લઈ આવ્યો હતો. રૂબિકા પહાદીનના પરિવારે તેના ગૂમ થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.
પોલીસે વધુ તપાસ શરુ કરી
મહિલાના પરિવારની ફરિયાદને આધારે પોલીસે તપાસ કરતા આ મહિલાનો કથિત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. અને આ મહિલાના મૃતદેહના 12 ટુંકડા પોલીસે મેળવ્યા છે. જ્યારે મૃતદેહના કેટલાક ટુકડાઓની હજુ પણ શોધ ચાલી રહી છે. આ મામલે પોલીસને શંકા છે કે આરોપી દિલદાર અન્સારીએ મૃતદેહના ટુકડા કરવા માટે ઇલેક્ટ્રિક કટર જેવી ધારદાર વસ્તુનો ઉપયોગ કર્યો હતો.
આ પણ વાંચો :‘પઠાણ’ ફિલ્મને લઇને વિરોધ ઉગ્ર, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે CM અને રાજ્યમંત્રીને પત્ર લખીને કરી રજૂઆત