ટ્રેન્ડિંગધર્મ

ત્રણ પેઢીઓ માટે કરવામાં આવે છે શ્રાદ્ધ, જાણો પિતૃપક્ષની દરેક તિથિઓ

  • આ વર્ષે સપ્ટેમ્બરમાં પિતૃપક્ષ શરૂ થઈ રહ્યો છે. સપ્ટેમ્બરમાં 15 દિવસ એવા હોય છે જેમાં પૂર્વજોની આત્માની શાંતિ માટે તર્પણ કરવામાં આવે છે

HD ન્યુઝ ડેસ્ક: પિતૃ પક્ષને શ્રાદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં પિતૃપક્ષ શરૂ થઈ રહ્યો છે. સપ્ટેમ્બરમાં 15 દિવસ એવા હોય છે જેમાં પૂર્વજોની આત્માની શાંતિ માટે તર્પણ કરવામાં આવે છે. પિતૃઓની પૂજા અને તર્પણ વગેરે કરવા માટે શ્રાદ્ધ પક્ષ ખૂબ જ શુભ માનવામાં આવે છે. પોતાના પૂર્વજ પિતૃઓ માટે શ્રદ્ધાની ભાવના રાખતા પિતૃ પક્ષમાં પિતૃ તર્પણ અને શ્રાદ્ધ કર્મ કરવું ખૂબ જ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે શ્રાદ્ધ વિધિ પરિવારમાં માત્ર ત્રણ પેઢીઓ સુધી જ કરવામાં આવે છે, ત્યારબાદ શ્રાદ્ધ વિધિ કરવામાં આવતી નથી. શ્રાદ્ધ કર્મ કરવાથી આરોગ્ય, સમૃદ્ધિ, આયુષ્ય, સુખ, શાંતિ, સંતાન અને સારા સંતાનની પ્રાપ્તિ થાય છે. શ્રદ્ધા પૂર્વક કરવાના કારણે જ આનું નામ શ્રાદ્ધ આપવામાં આવ્યું છે.

પિતૃ પક્ષ દરમિયાન, આપણા પૂર્વજો પિતૃ લોકમાંથી પૃથ્વી પર આવે છે. તેથી, આ દિવસો દરમિયાન, શ્રાદ્ધ, તર્પણ અને પિંડ દાન વગેરે કરવાની પરંપરા છે. આ 15 દિવસો દરમિયાન પૂર્વજો પૃથ્વી પર આવે છે અને તર્પણનો સ્વીકાર કરે છે. એવું માનવામાં આવે છે કે પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે. આ વખતે પિતૃ પક્ષ 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે અને 2જી ઓક્ટોબર સુધી ચાલશે. અહીં જાણો પિતૃ પક્ષની તિથિ

ત્રણ પેઢીઓ માટે કરવામાં આવે છે શ્રાદ્ધ, જાણો પિતૃપક્ષની દરેક તિથિઓ hum dekhenge news

  • 17 સપ્ટેમ્બર 2024, મંગળવાર – પૂર્ણિમા શ્રાદ્ધ
  • 18 સપ્ટેમ્બર 2024, બુધવાર- પ્રતિપદા(એકમ)નું શ્રાદ્ધ
  • 19 સપ્ટેમ્બર 2024, ગુરુવાર- બીજનું શ્રાદ્ધ
  • 20મી સપ્ટેમ્બર 2024 શુક્રવાર ત્રીજનું શ્રાદ્ધ
  • 21 સપ્ટેમ્બર 2024, શનિવાર- ચતુર્થી શ્રાદ્ધ
  • 21 સપ્ટેમ્બર 2024, શનિવાર પાંચમનું શ્રાદ્ધ
  • 22 સપ્ટેમ્બર 2014, રવિવાર – પંચમી (પાંચમનું) શ્રાદ્ધ
  • 23 સપ્ટેમ્બર 2024, સોમવાર ષષ્ઠી (છઠ્ઠ)નું શ્રાદ્ધ
  • 23 સપ્ટેમ્બર 2024, સોમવાર – સપ્તમી (સાતમનું) શ્રાદ્ધ
  • 24 સપ્ટેમ્બર 2024, મંગળવાર- અષ્ટમી (આઠમનું) શ્રાદ્ધ
  • 25 સપ્ટેમ્બર 2024, બુધવાર- નવમી (નોમનું) શ્રાદ્ધ
  • 26 સપ્ટેમ્બર 2024, ગુરુવાર- દશમી (દસમનું) શ્રાદ્ધ
  • 27 સપ્ટેમ્બર 2024, શુક્રવાર – એકાદશી શ્રાદ્ધ
  • 29 સપ્ટેમ્બર 2024, રવિવાર- દ્વાદશી (બારસ)નું શ્રાદ્ધ
  • 29 સપ્ટેમ્બર 2024, રવિવાર- માઘ શ્રાદ્ધ
  • 30 સપ્ટેમ્બર 2024, સોમવાર- ત્રયોદશી (તેરસનું) શ્રાદ્ધ
  • 1 ઓક્ટોબર 2024, મંગળવાર- ચતુર્દશી (ચૌદશ)નું શ્રાદ્ધ
  • 2 ઓક્ટોબર 2024, બુધવાર- સર્વપિતૃ અમાવસ્યા

આ પણ વાંચોઃ સપ્ટેમ્બરમાં બુધ, શુક્ર, સૂર્ય અને કેતુનો સંયોગ બનાવશે ધનવાન, જાણો કોની ચમકશે કિસ્મત

Back to top button