ટોપ ન્યૂઝનેશનલ

મર્ડર પહેલાં શ્રદ્ધા અને આફતાબ વચ્ચે ઝઘડો થયો હતો, પોલીસને મળ્યા ઓડિયો પુરાવા

Text To Speech

નવી દિલ્હીઃ શ્રદ્ધા મર્ડર કેસમાં દિલ્હી પોલીસને મોટો ઓડિયો પુરાવો મળ્યો છે. પોલીસે આફતાબનો એક ઓડિયો મળ્યો છે, જેમાં આફતાબ શ્રદ્ધા સાથે ઝઘડો કરી રહ્યો છે. આ ઓડિયોમાં આફતાબ અને શ્રદ્ધા વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી સંભળાય છે. એટલું જ નહીં ઓડિયોથી સાબિત થાય છે કે આફતાબ શ્રદ્ધાને ટોર્ચર કરતો હતો.

દિલ્હી પોલીસ આ ઓડિયોને મજબૂત પુરાવો માને છે. તપાસ કરી રહેલા અધિકારીઓનું કહેવું છે કે આ ઓડિયોથી હત્યાકાંડની તપાસમાં મર્ડરનો ઉદ્દેશ્ય જાણવામાં ઘણી મદદ મળશે. પોલીસ આ ઓડિયોથી આફતાબનો અવાજ મેચ કરવા માટે તેના વોઈસ સેમ્પલ લેશે. CBIની CFSL ટીમ આફતાબના વોઈસ સેમ્પલ લેશે.

આફતાબના નાર્કો ટેસ્ટ થયા છે
આફતાબ હાલ તિહાર જેલમાં બંધ છે. શ્રદ્ધા વૉલકર હત્યાકાંડનો આરોપી શ્રદ્ધાના નાર્કો ટેસ્ટ થઈ ચુક્યા છે અને તે પહેલાં તેના પોલિગ્રાફ ટેસ્ટ પણ થયા હતા.

18 મેનાં રોજ શ્રદ્ધાની હત્યા
પોલીસ પૂછપરછમાં આફતાબે જણાવ્યું હતું કે તેને જ શ્રદ્ધાની હત્યા કરી છે. આફતાબ શ્રદ્ધાનો પ્રેમી હતો. બંને મુંબઈના રહેવાસી હતા અને થોડાં દિવસ પહેલાં જ દિલ્હીમાં શિફ્ટ થયા હતા. દિલ્હીમાં બંને મહરૌલીમાં એક ફ્લેટ રાખીને લિવઈનમાં રહેતા હતા. આફતાબે જણાવ્યું હતું કે શ્રદ્ધાની સાથે તેનો 18 મેનાં રોજ ઝઘડો થયો હતો. જે બાદ તેને શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. આફતાબે તે બાદ શ્રદ્ધાના મૃતદેહના 35 ટુકડા કર્યા હતા. આફતાબે આ ટુકડાને એક ફ્રિઝમાં રાખ્યા હતા. તે રોજ રાત્રે શ્રદ્ધાના મૃતદેહના ટુકડાઓને મહરૌલીના જંગલમાં ફેંકવા માટે જતો હતો.

12 નવેમ્બરે આફતાબની ધરપકડ થઈ હતી
આફતાબ શ્રદ્ધાની હત્યા પછી તે જ ફ્લેટમાં રહેતો હતો. એટલું જ નહીં તે શ્રદ્ધાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો પણ ઉપયોગ કરતો હતો, કે જેથી તેની હત્યાની કોઈ શંકા ન જાય. આફતાબે શ્રદ્ધાના એકાઉન્ટ્સમાંથી 54 હજાર રૂપિયા પણ ટ્રાંસફર કર્યા હતા. શ્રદ્ધાના મોબાઈલનું લોકેશન અને બેંક એકાઉન્ટ ડિટેઈલથી જ પોલીસ આફતાબ સુધી પહોંચી હતી. પોલીસે 12 નવેમ્બરે આફતાબની ધરપકડ કરી હતી.

Back to top button