ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

અમદાવાદ ફાયર વિભાગના 8 અધિકારીઓને શો – કોઝ નોટિસ ફટકારાઈ, ફાયરની બોગસ ડિગ્રી મેળવવાનો આરોપ

Text To Speech

અમદાવાદ ફાયર વિભાગમાં બોગસ સ્પોન્સરશીપ લેટરના આધારે નોકરી મેળવનારા 8 અધિકારીઓને મ્યુનિ.તંત્ર દ્વારા શો-કોઝ નોટિસ ફટકારવામા આવી છે. જેમાં B ડીવીઝનલ ઓફિસર ઉપરાંત પાંચ સ્ટેશન ઓફિસર તથા એક સબ ઓફિસરને સાત દિવસમાં નોટિસનો જવાબ કરવા આદેશ કરવામા આવ્યો છે.

અમદાવાદ ફાયર વિભાગના અધિકારીઓને શો – કોઝ નોટિસ અપાઈ

દેશભરમાં બોગસ સ્પોન્સરશીપના આધારે વિવિધ રાજય અને શહેરોના ફાયર વિભાગમાં નોકરી મેળવનારાઓની તપાસ કરવામા આવી રહી છે. આ તપાસમાં અમદાવાદ ફાયર વિભાગમાં પણ બોગસ સ્પોન્સરશીપના આધારે કેટલાક અધિકારીઓએ નોકરી મેળવી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ તમામ અધિકારીઓ સામે વિજિલન્સ તપાસ શરુ કરવામા આવી હતી.આ સાથે વિજિલન્સ તપાસ ચાલતી હોવાથી કેટલાક અધિકારીઓના પ્રોબેશન પિરીયડમાં વધારો કરવાનો પણ નિર્ણય મ્યુનિ.તંત્ર તરફથી કરવામા આવતો હતો.

આ પણ વાંચો : દિલ્હી-મુંબઈ હાઈવે અકસ્માત:રોલ્સ રોયસમાં સવાર વેપારી વિકાસ માલુની કાર 200ની ઝડપે ટેન્કર સાથે અથડાઈ

ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાએ શું કહ્યું ?

ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાએ મીડિયાને જણાવ્યું હતુ કે ગઈ કાલે બોગસ સ્પોન્સરશીપ લેટરના આધારે નોકરી મેળવનારા 8 અધિકારીઓને મ્યુનિ.તંત્ર દ્વારા શો-કોઝ નોટિસ ફટકારવામા આવી છે.જેમાં ફાયર વિભાગમાં ડીવીઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા ઈનાયત શેખ ઉપરાંત ઓમ જાડેજાની સાથે સ્ટેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા શુભમ ખડીયા, અભિજિત ગઢવી, સુધીર ગઢવી, અનિરુધ્ધસિંહ ગઢવી અને મેહુલ ગઢવી તેમજ સબ ઓફિસર આસિફ શેખ પૈકી મોટાભાગના અધિકારીઓનો સમાવેશ થાય છે.

સાત દિવસમાં શો-કોઝ નોટિસનો જવાબ આપવાનો રહેશે

આ સાથે તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે એક-બે અધિકારી મળ્યા નહી હોવાથી તેઓને આજે શો-કોઝનોટિસ ફટકારવામા આવશે. આ તમામ 8 અધિકારીઓને નોટિસ ફટકારી અને 7 દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે. આ અધિકારીઓ વગ ધરાવતા હોવાથી સાત દિવસમાં શો-કોઝ નોટિસનો જવાબ નહી આપે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા શું નિર્ણય લેવામા આવે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો : અમરેલી : 60 ફૂટ ઊંડા કૂવામાં પડી જતા યુવક મોતને ભેટ્યો

Back to top button