ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનેશનલ

કેદારનાથમાં બિન હિન્દુઓને નહીં મળે પ્રવેશ? જાણો વિગત

Text To Speech

નવી દિલ્હી, તા.16 માર્ચ, 2025ઃ કેદારનાથ ધામમાં બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાની ચર્ચા તેજ થઈ છે. આ અંગે કેદારનાથ ભાજપના ધારાસભ્ય આશા-નૌટિયલે જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, કેટલાક બિન હિન્દુઓ કેદારનાથ ધામની પવિત્રતાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ લોકો અહીંયા માંસ, માછલી તથા દારૂ પીરસવા જેવા કામો કરે છે. જેનાથી આ પવિત્ર ધામની ગરિમાને નુકસાન પહોંચી રહ્યું છે. તેમણે કહ્યું કે, આવા તત્વોને ઓળખીને તેમના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાની યોજના બનાવવામાં આવી રહી છે.

ભાજપના ધારાસભ્ય આશા નૌટિયાલે કહ્યું કે, તાજેતરમાં રાજ્યના પ્રભારી પ્રધાન સૌરભ બહુગુણાએ આ વિષય પર અધિકારીઓ તથા સ્થાનિકો સાથે બેઠક કરી હતી. તેમાં કેદારનાથ ધામને બદનામ કરવાનો પ્રયાસ કરી રહેલા બિન હિન્દુ તત્વો પર પ્રતિબંધ મુકવા માંગ કરવામાં આવી હતી.

પૂર્વ સીએમ હરીશ રાવતે શું કહ્યું?

ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવતે કહ્યું કે, આ શિવ ભૂમિ છે. ઉત્તરાખંડ જ નહીં દેશભરમાં એક તરફ દ્વારકા અને પુરીમાં ભગવાન વિષ્ણુ બિરાજમાન છે. એક તરફ રામેશ્વર છે તો બીજી તરફ ઉત્તરાખંડમાં કેદારનાથ-બદ્રીનાથ છે. તમે કઈ કઈ જગ્યાએ આવા પ્રતિબંધ લગાવશો.

આ ઉપરાંત તેમણે કહ્યું, ભાજપના નેતાઓને ખળભળાટ મચાવનારા નિવેદન આપવાની આદત પડી ગઈ છે. તેમને કોઈ જાણતું પણ નથી, તેઓ મીડિયાથી કૃપાથી રાતોરાત ચર્ચામાં આવી રહ્યા છે. ધારાસભ્યએ વિચાર્યું કે, હું કેમ પાછળ રહી જાઉં. તેથી તેમણે પણ આ નિવેદન આપ્યું. હરીશ રાવતે કહ્યું, હવે શરાબ-માંસનું વેચાણ થઈ રહ્યું છે તો તેને રોકો. હું બીજા ધર્મના એવા લોકોને જાણું છું જેઓ પહેલા હંમેશા મંદિર અને આસ્થાવાળી જગ્યા પર પહેલા શૂઝ ઉતારી દે છે.

આ પણ વાંચોઃ સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી માટે સરકારે શું રાખી મોટી શરત?

Back to top button