ઠંડીમાં કેળા ખાવા જોઈએ કે નહીં? 3 જરૂરી વાતો જાણી લો
- કેળાની તાસીર ઠંડી હોય છે, તેથી ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે શિયાળાની ઠંડીમાં કેળા ખાવા જોઈએ કે નહીં. જો તમારા મનમાં પણ આ પ્રશ્ન હોય તો આ ખાસ વાંચો.
કેળા એક એવું ફળ છે જે બારેમાસ સરળતાથી મળી રહે છે. આ પૌષ્ટિક ફળ સૌથી સસ્તા ફળોમાંનું એક છે જેને દરેક વ્યક્તિ સરળતાથી પોતાના આહારનો ભાગ બનાવી શકે છે. કેળાની તાસીર ઠંડી હોય છે, તેથી ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે શિયાળાની ઠંડીમાં કેળા ખાવા જોઈએ કે નહીં. જો તમારા મનમાં પણ આ પ્રશ્ન હોય તો આ ખાસ વાંચો. જાણો ઠંડીમાં કેળા ખાવા ફાયદાકારક છે કે નુકસાનકારક?
શિયાળામાં કેળું ખાવું કે ન ખાવું?
શિયાળામાં ભારે ઠંડીને કારણે લોકો કેળા ખાવાનું બંધ કરી દે છે. આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે શિયાળાની ઋતુમાં કેળા ખાવાનું બિલકુલ બંધ ન કરવું જોઈએ. કેળાને એનર્જીનું પાવર હાઉસ કહેવામાં આવે છે. તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. આવી સ્થિતિમાં નુકસાન થવાને બદલે ફાયદો થાય છે. જો કોઈ વ્યક્તિને શરદી, ઉધરસ અથવા ગળામાં ઈન્ફેક્શન હોય તો તે સમયે કેળા ન ખાવા જોઈએ. રાત્રે પણ કેળા ન ખાવા જોઈએ.
કેળા ખાવાના 3 મોટા ફાયદા
હેલ્ધી રહેશે હાર્ટ
શિયાળાની ઋતુમાં હૃદય સંબંધિત સમસ્યાઓ ખૂબ વધી જાય છે. ખરેખર, અતિશય ઠંડીને કારણે, લોહી જાડું થવા લાગે છે, જેના કારણે હૃદયને પંપ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે અને તેના પર દબાણ આવે છે. કેળામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે હાઈ બીપીને નિયંત્રિત કરવામાં અને હૃદયના ધબકારા સામાન્ય કરવામાં મદદ કરે છે.
એનર્જીનું પાવરહાઉસ
કેળામાં ભરપૂર માત્રામાં સ્ટાર્ચ હોય છે, જે શરીરમાં જઈને એનર્જીમાં કન્વર્ટ થાય છે. શિયાળામાં કેળા ખાવાથી તમારા શરીરમાં એનર્જી લેવલ જળવાઈ રહેશે. જો કે શુગરના દર્દીઓએ કેળા સાચવીને ખાવા જોઈએ. તેઓ એકાદ કેળું ખાઈ શકે છે. કેળા હાડકા માટે પણ ખૂબ ફાયદાકારક છે.
ભૂખ કરશે કન્ટ્રોલ
કેળું એક ફાઈબર રિટ ફૂડ છે. તેનું સેવન કરવાથી પાચનની ગતિ સ્લો થાય છે. આ કારણે લાંબા સમય સુધી ભૂખનો અહેસાસ થતો નથી. કેળું ખાવાથી ગળ્યું ખાવાનું ક્રેવિંગ પણ થતું નથી. ઠંડીની સીઝનમાં કેળા ખાવાથી મેદસ્વીતાનું રિસ્ક પણ ઘટે છે.
આ પણ વાંચોઃ આ વેજ ફુડ ખાવાથી શરીરમાં એન્ટીઓક્સિડન્ટની કમી થશે પૂરી