અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ ફાયર બ્રિગેડમાં સ્ટાફની અછત! ૪૦ ટકા જગ્યા ભરાઈ નથી

  • ૬૪ ફાયરમેનની જગ્યા ભરવાની બાકી
  • ક્યાંક સ્ટેશન ફાયર ઓફિસર જ નથી
  • ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની બે જગ્યા ખાલી

મ્યુનિસિપલ ફાયર બ્રિગેડની પ્રતિષ્ઠા દેશભરમાં છે. બિહાર જેવા દૂરસુદૂરના રાજ્યમાં જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે આપણા ફાયર બ્રિગેડના જાંબાઝ જવાનો મદદ માટે દોડી જાય છે. શહેરના લાખો નાગરિકોની આગ કે અકસ્માત જેવી કુદરતી કે માણસ સર્જિત આફત વખતે જીવસટોસટની બાજી લગાવનારા ફાયર બ્રિગેડ વિભાગમાં કમનસીબે સ્ટાફની અછત હોવાનું જાણવા મળ્યું છે. માનવબળ ઓછું હોવાથી ફાયર બ્રિગેડને રોજબરોજનાં કામોમાં પણ તાણ અનુભવવી પડે છે.

અમદાવાદ ફાયર બ્રિગેડમાં સ્ટાફની અછત! ૪૦ ટકા જગ્યા ભરાઈ નથી hum dekhenge news

તાજેતરમાં રાજસ્થાન હોસ્પિટલમાં લાગેલી આગમાં ફાયર બ્રિગેડના જાંબાઝ જવાનોની કામગીરી લોકોમાં ભારે પ્રશંસાપાત્ર બની હતી. હોસ્પિટલમાં ફેલાયેલા ધુમાડામાં ઘેરાયેલા 100થી વધુ દર્દીઓને આ જવાનોએ તાત્કાલિક અન્યત્ર ખસેડ્યા હતા, જોકે આ કપરી ફરજ દરમિયાન ફાયર બ્રિગેડના અધિકારી પંકજ રાવલને વોમિટિંગ અને શ્વાસમાં તકલીફ થતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં આગ બુઝાવવાની કામગીરી દરમિયાન સુધીર ગઢવી અને મિતેશ પટેલને પણ વોમિટિંગ થયું હતું. મોટા ભાગના ફાયર બ્રિગેડના જવાનોને સ્મોકના કારણે માથાનો દુખાવો થયો હતો. આમ, કુલ પાંચ કર્મચારીને અસર થઈ હતી. શહેરમાં અન્યત્ર લાગતી આગ કહો કે અકસ્માતના બનાવ ગણો, પરંતુ ફાયર બ્રિગેડ તત્કાળ સ્થળ પર હાજર થઈ જાય છે અને મુસીબતમાં મુકાયેલા નાગરિકોના જીવનની રક્ષા કરે છે,

લોકોની રક્ષા કરનાર વિભાગમાં જ સ્ટાફની અછત

આ વિભાગમાં અંદાજે 40 ટકા જેટલા સ્ટાફની અછત હોવાની વિગત જાણવા મળી છે. ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર અને એડિશનલ ચીફ ફાયર ઓફિસરની જગ્યા હજુ ભરાઈ નથી. તંત્રના બે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરને ક્રમશઃ ચીફ ફાયર ઓફિસર અને એડિશનલ ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપાયો છે. મંજૂર થયેલી ચાર ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર પૈકી બે ડેપ્યુટી ઓફિસરની જગ્યા ખાલી છે.

સ્ટેશન ફાયર ઓફિસર જ નથી!

સ્ટેશન ઓફિસર માટેની મંજૂર 18 જગ્યા પૈકી 15 જગ્યા ભરાઈ છે, જ્યારે થલતેજ ફાયર સ્ટેશન, જશોદાનગર ફાયર સ્ટેશન અને ખોખરા ફાયર સ્ટેશન તેમના ફાયર સ્ટેશન ઓફિસરની રાહ જોઈ રહ્યાં છે, કેમ કે આ ત્રણેય ફાયર સ્ટેશન ખાતે સ્ટેશન ફાયર ઓફિસર નથી. થલતેજ અને જશોદાનગરના સ્ટેશન ફાયર ઓફિસર રાજીનામું આપીને અન્યત્ર નોકરીમાં જોડાયા છે, જ્યારે ખોખરામાં જેમને જવાબદારી સોંપાઈ હતી તે સ્ટેશન ઓફિસરે થોડા સમય માટે કામગીરી બજાવી હતી.

અમદાવાદ ફાયર બ્રિગેડમાં સ્ટાફની અછત! ૪૦ ટકા જગ્યા ભરાઈ નથી hum dekhenge news

સબ ફાયર ઓફિસરની જગ્યાઓ પણ ખાલી!

હવે સબ ફાયર ઓફિસરની વાત કરીએ તો સબ ફાયર ઓફિસરની 21 જગ્યા પૈકી અડધોઅડધ જેટલી એટલે કે 10 જગ્યા પુરાઈ નથી. ફાયર બ્રિગેડ વિભાગમાં સબ ફાયર ઓફિસર પણ મહત્ત્વની જગ્યા છે, જ્યારે જમાદારની મંજૂર 54 જગ્યા પૈકી 42માં જમાદાર ફરજ બજાવી રહ્યા હોઈ 12 જગ્યા ભરવાની બાકી છે. ફાયરમેન એટલે કે આગ અને અકસ્માત સમયે પોતાના ઘર-પરિવારની ચિંતા કર્યા વગર જિંદગીને જોખમમાં મૂકી લોકોને મુશ્કેલીમાંથી બહાર કાઢનાર મરજીવા કહી શકાય, જોકે આમાં પણ કુલ 408 મંજૂર જગ્યા પૈકી તાજેતરમાં લીધેલા 50 સહાયક ફાયરમેનને જોતાં હજુ પણ 64 ફાયરમેનની જગ્યા ભરવામાં આવી નથી. ફાયર બ્રિગેડનાં વાહનો હંકારતા ડ્રાઇવર-કમ-પંપ ઓપરેટરની તો ખાસ્સી એવી જગ્યા ભરાઈ નથી. કુલ 159 જગ્યા પૈકી માંડ 42 જગ્યા પર કર્મચારી છે.

ફાયર બ્રિગેડમાં વધ્યુ છે કામનું ભારણ

મ્યુનિસિપલ ફાયર બ્રિગેડમાં કામનું ભારણ એ હદે છે કે દર અઠવાડિયે એમ્બ્યુલન્સ માટે આશરે 300 કોલ તેના કંટ્રોલરૂમમાં રણકે છે, જ્યારે ડેડબોડી વાન મેળવવા માટે 400 કોલ આવે છે. રોજના 20થી 25 બચાવ કોલ અને ફાયર કોલ પણ તંત્રને મળતા હોય છે.

આ પણ વાંચોઃ સત્યમેવ જયતે! નફરત વિરૂદ્ધ મોહબ્બતની જીત: કોંગ્રેસ; જાણો કોણે શું-શું કહ્યું

Back to top button