ગુજરાતમાં 25% કરતાં વધુ ડોક્ટર-પેરામેરડક્સની ઘટ, ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયો કેગનો રિપોર્ટ


- આરોગ્યસંભાળ વ્યવસ્થામાં ખાલીખમ જગ્યો હોવાનો અહેવાલ જાહેર
- મહિલા અને બાળકોના આરોગ્ય કેન્દ્રો (MCHs)માં સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરોની જગ્યાઓમાંથી 28% ખાલી
- રાજ્યના 33 જિલ્લાઓમાંથી 22 જિલ્લાઓમાં ડોક્ટરોની 25% કરતા વધુ અછત નોંધાઈ
ગુજરાત વિધાનસભાના છેલ્લા દિવસે આરોગ્યસંભાળ વ્યવસ્થામાં ખાલીખમ જગ્યો હોવાનો અહેવાલ જાહેર થયો છે. કન્ટ્રોલર અને ઓડિટર જનરલ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીમાં રાજ્યમાં 25 % જેટલા ડોકટરોની અછતનો આંકડો જાહેર થયો છે. કેગની ટિપ્પણીમાં રાજ્યના જાહેર આરોગ્ય સંસ્થાઓમાં માનવ સંશાધનની તંગી એક મોટો પડકારરૂપ મુદ્દો બની ગઈ છે.
રાજ્યના 33 જિલ્લાઓમાંથી 22 જિલ્લાઓમાં ડોક્ટરોની 25% કરતા વધુ અછત નોંધાઈ
તાજેતરના આંકડાઓ અનુસાર, 2016-22 દરમિયાન 9,983 આરોગ્યસંભાળ કર્મચારીઓને નિયુક્ત કરાયા હતા, છતાં માર્ચ 2022 સુધી ડૉક્ટરો, નર્સો અને પેરામેડિક્સમાં અનુક્રમે 23%, 6% અને 23%ની અછત છે. રાજ્યના 33 જિલ્લાઓમાંથી 22 જિલ્લાઓમાં ડોક્ટરોની 25% કરતા વધુ અછત નોંધાઈ છે. પેરામેડિક્સની કમી 19 જિલ્લાઓમાં વધી રહી છે. આ સ્થિતિ ફરજિયાત બનાવે છે કે પ્રાથમિક આરોગ્યસંભાળ સુવિધાઓમાં (PHCFs) ડૉક્ટરો અને પેરામેડિક્સના પ્રમાણમાં ભૌગોલિક રીતે યોગ્ય વહેચણી સુનિશ્ચિત કરવામાં આવે.
મહિલા અને બાળકોના આરોગ્ય કેન્દ્રો (MCHs)માં સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરોની જગ્યાઓમાંથી 28% ખાલી
મહિલા અને બાળકોના આરોગ્ય કેન્દ્રો (MCHs)માં સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરોની જગ્યાઓમાંથી 28% ખાલી છે, જ્યારે જિલ્લા હોસ્પિટલોમાં (DHs) આ આંકડો 36% છે અને પેટા જિલ્લા હોસ્પિટલોમાં (SDHs) 51% સુધી પહોંચી ગયો છે. વધુમાં, DHsમાં ડૉક્ટરોની 18%, નર્સોની 7%, અને પેરામેડિક્સની 46% જગ્યાઓ હજુ ખાલી છે.રાષ્ટ્રીય સ્વસ્થતા અભિયાન યોજનામાં પણ સ્થિતી ચિંતાજનક છે, જ્યાં 8,208 મંજૂર જગ્યોમાંથી 1,510 જગ્યો (18%) ખાલી છે. આ સિવાય, ભારતીય નર્સિંગ કાઉન્સિલના ધોરણો પ્રમાણે નર્સિંગ કોલેજો અને સ્કૂલોમાં 76% શૈક્ષણિક કર્મચારીની અછત નોંધાઈ છે.