ટોપ ન્યૂઝવર્લ્ડ

ભારત પાસે મદદની માગઃ પશ્ચિમી દેશોના પ્રતિબંધને કારણે રશિયામાં તબીબી સાધનોની અછત; વધુમાં વધુ સપ્લાય કરવા કહ્યું

Text To Speech

યુક્રેન પર હુમલા બાદ પશ્ચિમી દેશોના પ્રતિબંધોનો સામનો કરી રહેલા રશિયાએ ભારત પાસે મદદ માગી છે. રશિયાએ ભારતને વધુને વધુ મેડિકલ સાધનો સપ્લાય કરવાની અપીલ કરી છે. યુક્રેન પર હુમલો થયો ત્યારથી પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધ લાદ્યાં છે. આ ઉપરાંત જહાજોની અવરજવરમાં ખલેલ પહોંચાડવાથી રશિયામાં તબીબી સાધનોની અછત સર્જાઈ છે. રશિયા તેના મોટાભાગનાં તબીબી ઉપકરણો યુરોપ અને ચીનમાંથી આયાત કરે છે. પરંતુ પ્રતિબંધોને કારણે રશિયાએ સપ્લાય બંધ કરી દીધો છે, જ્યારે ચીન પણ નિકાસ કરવાથી બચી રહ્યું છે. આવી સ્થિતિમાં ચીને ભારત પાસે મદદ માંગી છે.

એસોસિયેશન ઓફ ઈન્ડિયન મેડિકલ ડિવાઈસ ઈન્ડસ્ટ્રીના સંયોજક રાજીવ નાથે જણાવ્યું હતું કે, ‘ભારત અને રશિયાની કંપનીઓ મેડિકલ ઉપકરણોની સપ્લાય કેવી રીતે વધારવી તે અંગે ચર્ચા કરશે. આ અંગે 22 એપ્રિલે વર્ચ્યુઅલ મીટિંગ યોજાશે. ભારત અને રશિયા વચ્ચેના સંબંધોને પ્રોત્સાહન આપતા ગ્રુપ બિઝનેસ કરવાની વાત અંગે રશિયાએ પુષ્ટિ કરી છે. ભારત રશિયામાં નિકાસ વધારવા પર વિચાર કરી રહ્યું છે. બંને દેશો પોતપોતાના સ્થાનિક ચલણમાં ડીલ કરે તે અંગે પણ વાતચીત કરી રહ્યા છે. શીત યુદ્ધ દરમિયાન પણ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર સ્થાનિક ચલણ દ્વારા જ થતો હતો. આ જ સિસ્ટમને ફરી એકવાર સક્રિય કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

અમેરિકાના વાંધાઓ પર ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકા દ્વારા રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવાને લઈને ભારતની ઘણી વખત ટીકા કરવામાં આવી છે. અમેરિકાએ ઘણી વખત ભારતને યુક્રેન યુદ્ધમાં રશિયાને સાથ ન આપવાની અપીલ કરી છે. જો કે, ભારતે ઐતિહાસિક સંબંધો અને તટસ્થતાને ટાંકીને રશિયાની ટીકા કરવાનો ઇનકાર કર્યો છે. તેલની ખરીદી સામે વાંધો ઉઠાવવાના પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે તાજેતરમાં કહ્યું હતું કે, ભારત એક મહિનામાં રશિયા પાસેથી જેટલું તેલ ખરીદે છે, યુરોપ એક બપોરે તેમાંથી ખરીદે છે.

ભારત માટે તકઃ રશિયામાં નિકાસ 10 ગણી વધી શકે છે
અત્યારે ભારત યુક્રેન-રશિયા યુદ્ધને બિઝનેસના દૃષ્ટિકોણથી સારી તક તરીકે જોઈ રહ્યું છે. એક તરફ તે રશિયા પાસેથી સસ્તા તેલની ખરીદી કરી રહ્યો છે. બીજી તરફ રશિયાના બજારમાં નિકાસ વધારીને વ્યાપાર લાભ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. રાજીવ નાથે કહ્યું કે, આ વર્ષે ભારતની રશિયામાં નિકાસ 2 બિલિયન ડોલર થવાની ધારણા છે, જે પાછલા વર્ષો કરતાં 10 ગણી વધારે હશે.

Back to top button