અમદાવાદટોપ ન્યૂઝટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી
Video/ અમદાવાદમાં શોર્ટ સર્કિટ લાગતા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર બન્યું હાડ પિંજર
અમદાવાદ, 8 જાન્યુઆરી 2025 : અમદાવાદ શહેરના મણિનગરની દક્ષિણી સોસાયટીમાં ઓરેવા ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ભડકે બળ્યું હતું. આ ઘટનાને પગલે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. બે વ્યક્તિઓ બાઈક પર સવાર થઈને જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બનવા પામી હતી. આગના કાળા ડિબાંગ ધુમાડા દૂર-દૂર સુધી જોવા મળતા હતાં. હાલમાં તો આગ લાગવાની પાછળનું કારણ શોર્ટસર્કિટ માનવામાં આવી રહ્યું છે. આ ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડે ઘટના સ્થળ પર પહોંચીને આગને કાબુમાં મેળવી હતી.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગમાં ઇલેક્ટ્રિકલ બાઈક સંપૂર્ણ પણે બળીને ખાખ થઈ ગયું હતું. સદભાગ્યે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી
આ પણ વાંચો : આ છ સંકેતોથી સમજી જાવ થઈ ગઈ છે ફેટી લીવરની શરૂઆત, આ કરો ઉપાય