ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

દુકાનદારે અઝાન દરમિયાન હનુમાન ચાલીસા વગાડતાં મુસ્લિમ છોકરાઓએ માર માર્યો; FIR

  • કેસમાં પોલીસે 6 લોકો સામે ગુનો નોંધ્યો અને 3 લોકોની અટકાયત કરી છે

બેંગલુરુ, 18 માર્ચ: કર્ણાટકની રાજધાની બેંગલુરુના સિદ્દન્ના લેઆઉટ પાસે નગરાથપેટ વિસ્તારમાં મુકેશ નામના મોબાઈલના દુકાનદાર પર કેટલાક મુસ્લિમ યુવકોએ હુમલો કર્યો કારણ કે તે અઝાન દરમિયાન જોર જોરથી હનુમાન ચાલીસાનું ભજન વગાડતો હતો. આ બાબતે પહેલા બોલાચાલી થઈ અને પછી મારામારી થઈ હતી. આ કેસમાં પોલીસે 6 લોકો સામે ગુનો નોંધ્યો છે અને 3 લોકોની અટકાયત કરી છે. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, કેટલાક છોકરાઓ દુકાનદાર પાસે આવે છે. તેમની વચ્ચે બોલાચાલી થાય છે અને પછી ઝપાઝપી શરૂ થાય છે. દુકાનદાર રસ્તા પર જાય છે અને પછી બધા મળીને તેને માર મારે છે. આ મામલે હાલસુરુ ગેટ પોલીસ સ્ટેશનમાં FIR પણ નોંધવામાં આવી છે. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બેંગલુરુ પોલીસનું કહેવું છે કે, આરોપીને પકડવાના પ્રયાસો ચાલુ છે.

 

આરોપીઓ સામે હત્યાનો પ્રયાસ, ફોજદારી ધાકધમકી, ઉશ્કેરણીનો કેસ નોંધાયો

પીડિત દુકાનદારને સારવાર માટે વિક્ટોરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને આરોપીઓ સામે હત્યાનો પ્રયાસ, ફોજદારી ધાકધમકી, ઉશ્કેરણી, ખતરનાક રીતે ઇજા પહોંચાડવા અને સ્વૈચ્છાએ ઇજા પહોંચાડવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

દુકાનદારે આ સમગ્ર ઘટના વિશે શું કહ્યું?

દુકાનદારનું કહેવું છે કે, અગાઉ પણ તેઓ દુકાને પૈસા માંગવા આવતા હતા. પરંતુ અગાઉ પણ પૈસા ન ચૂકવવાને કારણે વિવાદ થયો હતો. તેણે તે દિવસે હનુમાન ચાલીસા વગાડવા પર વાંધો ઉઠાવ્યો હતો. આ પછી ઝઘડો થયો અને બાદમાં બદલો લેવા માટે તેઓએ દુકાનદારને માર માર્યો.

આ પણ જુઓ: નાસ્તિક હોવા છતાં મુસ્લિમ હોવું મજબૂરી, જાવેદ અખ્તરે કહ્યું કેમ બદલી નથી શકતા ધર્મ?

Back to top button