કેલિફોર્નિયા અને ફ્લોરિડામાં ફાયરિંગ, 1 બાળક સહિત 6 લોકોના મોત, 8 ઘાયલ
અમેરિકાના કેલિફોર્નિયા ઉપરાંત ફ્લોરિડામાં ફરી એકવાર ફાયરિંગની ઘટના સામે આવી છે અને તેમાં એક બાળક સહિત 6 લોકોના મોત થયા છે, જ્યારે 8 લોકો ઘાયલ થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફ્લોરિડામાં હુમલાખોરોએ માર્ટિન લ્યુથર કિંગ ડેની ઉજવણી કરી રહેલા લોકોને નિશાન બનાવ્યા અને ગોળીબાર કર્યો, જ્યારે કેલિફોર્નિયામાં તુલારે કાઉન્ટીના ગોશેનમાં ગોળીબારમાં 6 લોકોના મોત થયા.
આ પણ વાંચો : અમદાવાદમાં આજથી વેક્સિનેશન ડ્રાઈવ શરૂ, સરકારે આપ્યો કોવિશિલ્ડ અને કો-વેક્સિનનો આટલો જથ્થો
US | Six people, including a 17-year-old mother and her six-month-old baby, were killed in a shooting at a home in Goshen, California, said Tulare County Sheriff Mike Boudreaux pic.twitter.com/ukHVl8h43I
— ANI (@ANI) January 16, 2023
કેલિફોર્નિયામાં ગોળીબારમાં એક મહિલા સહિત છ લોકોના મોત
સેન્ટ્રલ કેલિફોર્નિયામાં ગોળીબારમાં પીડિતોમાં એક 17 વર્ષની માતા અને છ મહિનાનું બાળક સામેલ છે. ગોશેનના હાર્વેસ્ટ રોડના 6800 બ્લોકમાં સ્થાનિક સમય અનુસાર સોમવારે સવારે 3:30 વાગ્યા પછી ગોળીબારનો અવાજ સાંભળ્યા બાદ ડેપ્યુટીઓને ઘરે બોલાવવામાં આવ્યા હતા. એજન્સીના જણાવ્યા અનુસાર ફાયરિંગની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : અમદાવાદીઓ આનંદો, મેટ્રો ટ્રેનના સમયમાં થયો મોટો ફેરફાર
જેમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા
અહેવાલ મુજબ મળતી માહિતી મુજબ ઘટનાસ્થળે પહોંચ્યા પછી, ડેપ્યુટીઓએ બે લોકો શેરીમાં અને ત્રીજા ઘરના દરવાજા પર મૃત જોયા. જણાવવામાં આવી રહ્યું છે કે પાંચ લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને એકનું હોસ્પિટલમાં મોત થયું હતું.
ફ્લોરિડામાં માર્ટિન લ્યુથર કિંગ ડેનું શૂટિંગ
અમેરિકાના ફ્લોરિડામાં હુમલાખોરોએ માર્ટિન લ્યુથર કિંગ ડેની ઉજવણી કરી રહેલા લોકોને નિશાન બનાવ્યા હતા અને ઘટનામાં સામેલ આઠ લોકોને ગોળી મારી દીધી હતી. ઘટના બાદ લોકો ભયભીત થઈ ગયા હતા અને જીવ બચાવવા માટે ભાગવા લાગ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ફાયરિંગ બાદ લોકો પોતાનો જીવ બચાવવા દોડતા જોવા મળી રહ્યા છે.