ટોપ ન્યૂઝવર્લ્ડ

ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગમાં ફાયરિંગ : 10ના મોત, 30 ઘાયલ

Text To Speech

નવી દિલ્હી, 21 ડિસેમ્બર : ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગમાં ફાયરિંગની એક ઘટના સામે આવી છે, જેમાં લગભગ 10 લોકોના મોત થયા છે અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે. જોકે, પોલીસે જવાબી કાર્યવાહી કરીને હુમલાખોરને ઠાર માર્યો હતો. ચેક પોલીસ અને શહેરની બચાવ સેવાએ ગુરુવારે આ કેસની માહિતી આપી હતી. જોકે, પ્રાગ શહેરમાં ગોળીબાર કયા સંજોગોમાં થયો તે અંગે પોલીસે ઉલ્લેખ કર્યો નથી.

શહેરના તમામ એરિયા સીલ, લોકોને ઘરમાં જ રહેવા સૂચના

આ ઘટના અંગે પ્રાગના મેયર બોહુસ્લાવ સ્વોબોડાએ જણાવ્યું હતું કે ચાર્લ્સ યુનિવર્સિટીના ફિલોસોફી વિભાગને સંપૂર્ણપણે ખાલી કરી દેવામાં આવ્યો છે તેમજ ઈન્ટરસેક્શનને સંપૂર્ણ રીતે સીલ કરી દેવામાં આવ્યું છે. તેમજ સ્થાનિક લોકોને રસ્તા પર ન આવવા સૂચના આપવામાં આવી છે અને લોકોને માત્ર ઘરની અંદર જ રહેવાની વિનંતી કરવામાં આવી છે.

હુમલાખોર માર્યો ગયો – ગૃહમંત્રી વિટ રકુસન

આ બાબતની માહિતી આપતા ચેકના ગૃહમંત્રી વિટ રાકુસને કહ્યું કે ઘટનાસ્થળે અન્ય કોઈ હુમલાખોર હાજર ન હતો, એક હુમલાખોરને પોલીસ કર્મચારીઓએ માર્યો હતો. હું લોકોને પોલીસને સહકાર આપવા વિનંતી કરું છું. પ્રાગની બચાવ સેવાએ કહ્યું કે હુમલાખોરને મૃત જાહેર કરવામાં આવ્યો છે. આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે અને 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

Back to top button