અમેરીકાના જયોર્જિયામાં ફરી થયો ગોળીબાર, 4 લોકોના મોત
- અમેરિકામાં દરરોજ ગોળીબારની ઘટનાઓ બની રહી છે. શનિવારે થયેલા ફાયરિંગમાં ચાર લોકોના મોત થયા હતા. જેમાં ત્રણ પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે.
અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. તાજેતરનો કેસ જ્યોર્જિયાના એટલાન્ટાનો છે, જ્યાં શનિવારે (16 જુલાઈ) સવારે થયેલા ગોળીબારમાં 4 લોકોના મોત થયા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ગુનો કર્યા બાદ હુમલાખોર સ્થળ પરથી ભાગી ગયો હતો, જેની ધરપકડ કરવામાં આવી છે.
હેમ્પટન પોલીસ ચીફ જેમ્સ ટર્નરે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ગોળીબાર એટલાન્ટાથી લગભગ 35 માઈલ દક્ષિણમાં સ્થિત હેમ્પટન શહેરમાં સવારે 10:45 વાગ્યે થયો હતો. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર શનિવારે થયેલા ગોળીબારમાં ત્રણ પુરૂષ અને એક મહિલાના ગોળી વાગવાથી મોત થયા છે. જોકે, મૃતકોની ઓળખ જાહેર કરવામાં આવી નથી.
પોલીસ હુમલાના હેતુની તપાસ કરી રહી છે
કાયદા અમલીકરણ એજન્સીઓએ કહ્યું કે તેમને ગોળીબારમાં આન્દ્રે લોંગમોર નામના યુવક પર શંકા છે. જેની ધરપકડ કરવામાં આવી છે. જો કે હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે તેણે આ ઘટના શા માટે કરી? અધિકારીઓએ જણાવ્યું કે હેમ્પટનના રહેવાસી લોંગમોર સામે ચાર ધરપકડ વોરંટ પહેલાથી જ જારી કરવામાં આવ્યા છે.
ટર્નરે કહ્યું કે પોલીસની ચાર ટીમ આ મામલે તપાસ કરી રહી છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે હુમલાખોર પીડિતોને ઓળખતો હતો કે નહીં. મળતી માહિતી મુજબ, હત્યા કર્યા બાદ શંકાસ્પદ હુમલાખોર પાંચ કલાકથી વધુ સમય સુધી ફરાર હતો. આવી સ્થિતિમાં, પોલીસે ફાયરિંગની ઘટના પછી કહ્યું હતું કે અમે હુમલાખોરને ટૂંક સમયમાં શોધી કાઢીશું, પછી ભલે તે કોઈપણ બિલમાં છુપાવવાનો પ્રયાસ કરે.
હુમલાખોરને પકડવા ઈનામ મૂકવામાં આવ્યું હતું:
આટલું જ નહીં, શેરિફ ઓફિસે લોંગમોરની ધરપકડ તરફ દોરી જતી માહિતી માટે 10,000 યુએસ ડોલરના ઈનામની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે આ વર્ષે અમેરિકામાં ફાયરિંગની આ 31મી ઘટના છે. આ ઘટનાઓમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 153 લોકોએ જીવ ગુમાવ્યા છે.
આ પણ વાંચો: 45 વર્ષ પછી યમુનાનું પાણી તાજમહેલને સ્પર્શ્યું, આગ્રામાં યમુના નદી ખતરાના નિશાનને પાર