ગુજરાતટોપ ન્યૂઝ

પાલનપુર : છાપીના તેનીવાડા નજીક 2 ટ્રક અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત, 3ના મોત, 2 ઈજાગ્રસ્ત

Text To Speech

ગુજરાતમાં દિવસે દિવસે અકસ્માતોની ઘટનામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. બેફામ ઝડપ અને બેજવાબદાર ભર્યા ડ્રાઈવિંગના પગલે અકસ્માતની ઘટનાઓ સર્જાઈ છે. ત્યારે આજે પાલનપુરમાં પણ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ પાલનપુર જિલ્લામાં વડગામ તાલુકાના તેનીવાડા નજીક શનિવારે મોડી રાત્રે બે ટ્રક અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતના પગલે કારમાં બેઠેલ પાંચ મિત્રોમાંથી ત્રણ મિત્રોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બે મિત્રો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને 108 દ્વારા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પાલનપુરથી મહેસાણા સિક્સ લાઈન હાઇવેની છેલ્લા લોકડાઉનના સમયથી કામગીરી ચાલી રહી છે. પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે અનેક લોકોના હાઇવે ઉપર મોત થયા છે. જેને લઇ શનિવારે મોડી રાત્રે આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના દેવાતર ગામના અને તારાપુર તાલુકાના કાલાવાડા ગામના પાંચ મિત્રો અંબાજી ખાતે માં અંબાના દર્શન કરી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન છાપી નજીક આવેલ તેનીવાડા પાટીયા નજીક અકસ્માત સર્જાયો હતો. જ્યાં છેલ્લા ઘણા સમયથી પુલનું કામ ચાલી રહ્યું છે. જ્યાં એક તરફી વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો છે.

આ વિસ્તારમાં કોન્ટ્રકટર દ્વારા પુલ નજીક  કોઈપણ પ્રકારના રિફ્લેકટર, રેડિયમ લગાવવામાં ન આવેલ હોવાના કારણે હાઇવે પર વધુ સ્પીડથી આવતા વાહનો અકસ્માત સર્જે છે. ત્યારે શનિવારે કંઈક આવી જ ઘટના બની હતી. જેના કારણે ટ્રક વધુ સ્પીડમાં હોવાથી પુલ આવી જતા સ્ટેરીગ પરનો કાબુ ગુમાવતા આગળ ચાલી રહેલી કાર સાથે જોરદાર ટક્કર મારી હતી. તેમજ તેની સાથે સાથે પાછળ આવી રહેલ ટ્રક પણ ટકટાઈ હતી. જેને લઈ કારને વધુ ટક્કર લાગતા કારમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. તેમજ અન્ય બે મિત્રો ઘાયલ થતાં 108 મારફતે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ છાપી પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકો મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.. ત્યારબાદ મૃતકોના પરિવારને જાણ કરવામાં આવી હતી.

Back to top button