ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

શૂટર તારા શાહદેવના ધર્મ પરિવર્તન કેસમાં તેમના પતિને આજીવન કેદ

તારા શાહદેવે તેના પતિ રકીબુલ હસન પર આરોપ લગાવ્યો હતો કે તેણે ધર્મ પરિવર્તન કરવાનો ઇન્કાર કરવાથી તેને ટોર્ચર કરવામાં આવી હતી.
રાંચીની સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) કોર્ટે આજે ગુરુવારે રણજીત કોહલી ઉર્ફે રકીબુલ હસનને સજાની ઘોષણા કરી હતી, જે તેની પત્ની, રાષ્ટ્રીય શૂટર, તેના ધર્મ પરિવર્તન કરાવવા અંગે દબાણ કરવા બદલ દોષિત જાહેર થયો છે.

તારા શાહદેવ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર કેન્દ્રીય એજન્સીએ ચાર્જશીટ દાખલ કર્યાના છ વર્ષ પછી તેને દોષિત ઠેરવવામાં આવ્યો છે. જ્યારે રકીબુલને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે, જ્યારે તેની માતા કૌસર રાનીને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે સાથે જ હાઈકોર્ટના તત્કાલિન રજિસ્ટ્રાર મુસ્તાક અહેમદને કાવતરું ઘડવાના આરોપમાં 15 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

ચુકાદા અંગે સંતોષ વ્યક્ત કરતા તારાએ કહ્યું હતું કે, “હું કોર્ટ અને સીબીઆઈનો આભાર માનું છું જેમણે મને ન્યાય આપ્યો. આ ન્યાય માત્ર મારા માટે નથી, દેશની દરેક દીકરીને વિશ્વાસ મળશે કે જે પણ તેમની સાથે આવું કરશે તેને સજા થશે,” “જે લોકો આવું કરે છે તેઓ ડરશે કે કોઈની સાથે આવો વ્યવહાર ન કરવો. જ્યારે મારી લડાઈ શરૂ થઈ, ત્યારે તેને ઘરેલુ હિંસા તરીકે લેબલ કરવામાં આવ્યું હતું. પરંતુ મારી કોશિશ હતી કે આવું કોઈ છોકરી સાથે ન થાય.આ ચુકાદા પછી, તેઓ ખુલ્લેઆમ સામે આવશે.”

આ કેસ વિશે થોડી માહિતી જાણીએ તો,

તારા શાહદેવે તેની ફરિયાદમાં દાવો કર્યો હતો કે તેણે તેના પતિ રણજીત કોહલી ઉર્ફે રકીબુલ હસન સાથે 7 જૂન, 2014ના રોજ લગ્ન કર્યા હતા. રાષ્ટ્રીય શૂટરે તેના પતિ અને હાઇકોર્ટના તત્કાલીન રજિસ્ટ્રાર મુસ્તાક અહેમદનો દ્વારા તેના પર લગ્નના બીજા દિવસથી જ ધર્મ બદલવા અને નિકાહ કરાવવાનું દબાણ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય એજન્સીએ 2015માં તપાસ હાથ ધરી હતી અને દિલ્હીમાં કેસ નોંધ્યો હતો. સાથે જ તારા શાહદેવને જૂન 2018 માં રાંચીની ફેમિલી કોર્ટ દ્વારા ક્રૂરતાના આધારે છૂટાછેડા આપવામાં આવ્યા હતા.તેમજ તેણીએ કોર્ટમાં અરજી કરી હતી કે હસને તેના ધર્મને લગતી ખોટી માહિતી આપી હતી અને તેને લગ્ન માટે ફસાવવામાં આવી હતી.તારા શાહદેવે તેવો પણ આરોપ લગાવ્યો હતો કે, હસન તેના પર ઇસ્લામ ધર્મ સ્વીકારવાનો ઇનકાર કરવા બદલ તેના પર ટોર્ચર પણ કરવામાં આવ્યો હતો. કેન્દ્રએ આ કેસ અંગે ઝારખંડ સરકાર પાસેથી રિપોર્ટ પણ માંગ્યો હતો.

આ પણ વાંચો : શું થયું હશે એ 23 સૈન્ય જવાનોનું? સિક્કિમના હૃદયદ્રાવક દ્રશ્યો

Back to top button