ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત રમખાણોના ચકચારી બિલકિસ બાનો કેસના આરોપીઓ પર ચોંકાવનારો ખુલાસો

Text To Speech

વર્ષ 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલકિસ બાનો પર બળાત્કાર અને તેના પરિવારની હત્યાના 11 આરોપીઓને મુક્ત કરવા સામે મોટો ખુલાસો થયો છે. આ કેસમાં જે આરોપી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, તેમના પર પેરોલ દરમિયાન સાક્ષીઓને ધમકાવવાનો આરોપ હોવાનું સામે આવ્યું છે. તેટલું જ નહીં અનેકો પર પેરોલો દરમિયાન જ યૌન હુમલાનો આરોપ પણ છે. જ્યારે સરકારનું કહેવું છે કે, તેમના સારા આચરણના કારણે તેમને છોડવામાં આવ્યા છે. સજા પૂરી થયાના પહેલા જ ઓગસ્ટ મહિનામાં છોડવામાં આવેલ 11માંથી 4 આરોપીઓ પર પેરોલ દરમિયાન સાક્ષીઓને ધમકાવવા અને હેરાન કરવાના આરોપ છે.

આ પણ વાંચો: PM મોદીનું રાજકોટમાં આગમાન, ભવ્ય સ્વાગત બાદ રોડ-શો યોજાયો

આરોપીઓ વિરૂદ્ધ અનેક પોલીસ ફરિયાદ મળેલી

એક રિપોર્ટ પ્રમાણે આરોપીઓ વિરૂદ્ધ અનેક પોલીસ ફરિયાદ મળેલી છે. જે ગુજરાત સરકારના તે દાવાથી એકદમ ઉલટ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, સારા આચરણના કારણે તેમને છોડવામાં આવ્યા છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, સરકાર પાસે આ વાતના કોઈ જ પુરાવા નથી કે તેમને (આરોપીઓએ) આ દરમિયાન કોઈ જ પણ ખોટું કામ કર્યું છે.

બિલકિસ બાનો કેસમાં સાક્ષીઓએ ફરિયાદ અને એફઆઈઆર નોંધવી

રિપોર્ટમાં સામે આવ્યું છે કે, વર્ષ 2017-21 વચ્ચે બિલકિસ બાનો કેસમાં સાક્ષીઓએ ફરિયાદ અને એફઆઈઆર નોંધવી હતી. આ દરમિયાન પોલીસ સ્ટેશનમાં એક એફઆઈઆર અને બે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવેલી છે. ફરિયાદમાં તે આરોપ લગાવવામાં આવ્યો કે લિમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોર અને પૂર્વ રાજ્યમંત્રી અને લોકસભા સાંસદ જસવંત સિંહ ભાભોરે શૈલેષ ચિમ્મનભાઈ ભટ્ટને સમ્માનિત કર્યા અને સારા આચરણ માટે દોષીના વખાણ કર્યા છે. ફરિયાદમાં બે ભાજપ નેતાઓની શૈલેષ ભટ્ટ સાથે મંચ શેર કરવાની એક તસવીર પણ એટેચ કરવામાં આવી છે.

આ પણ વાંચો: બિલ્કીસ બાનો કેસને લઈને મોટો ઘટસ્ફોટ, બળાત્કારીઓ છૂટ્યા પહેલા 1000 દિવસથી વધુ જેલની બહાર હતા

ફરિયાદ ક્યારેય એફઆઈઆરમાં ફેરવાઇ શકી નહીં

બે અન્ય સાક્ષી, ઘાંસી આદમ ભાઈ ઈસ્માઇલ ભાઈ અને ઘાંચી ઈમ્તિયાજ ભાઈ યુસુફ ભાઈએ 28 જૂલાઈ, 2017માં એક આરોપી ગોવિંદ નાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમને આરોપ લગાવ્યો હતો કે, તેઓ સમાધાન કરવા પર સહમત ના થવા પર આરોપીએ તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. આ ફરિયાદ પણ ક્યારેય એફઆઈઆરમાં ફેરવાઇ શકી નહીં.

Back to top button