Ahmedabad : વિકાસ એસ્ટેટમાં લાગેલી આગમાં થયા ચોંકાવનારા ખુલાસા, 179માંથી મોટાભાગના શેડ ગેરકાયદે
ગઈકાલે શહેરના બાપુનગરમાં અનિલ સ્ટાર્ચના વિકાસ એસ્ટેટમાં ભયંકર આગ લાગી હતી. તેમાં ફટાકડાના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી હતી ત્યારબાદ ફાયબ્રિગેડની 20 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આજે સમગ્ર મામલે મોટા ચોંકાવનારા ખુલાસા થયા છે. મળતી માહિતી મુજબ એસ્ટેટમાં સ્થિત 179 શેડ પૈકી મોટાભાગના શેડ ગેરકાયદે હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક વેપારીઓને કહેવા મુજબ મ્યુનિસિપલ તંત્રનું અનેક વાર આ બાબતે ધ્યાન દોરવા છતાં કોઈ કાર્યવાહી કરવા,આ આવી ન હતી. એસ્ટેટમાં સ્થિત 179 શેડ પૈકી માત્ર 17 જ લોકો પાસે લાયસન્સ હતું બાકી બધા ગેરકાયદે હોવાના આક્ષેપો લાગી રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે મ્યુનિસિપલ તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે કઈપણ ખોટું હશે તો તેમના પર કાર્યવાહી કરવામાં આવશે, જરૂર પડે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવાનું મ્યુનિસિપલ કોરોપરેશન દ્વારા કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Rajkot : સનલાઈટ સ્કૂલનું મોટું કારસ્તાન, પતરાવાળી સ્કુલ બનાવી RTEમાં આપી દીધો પ્રવેશ
આ પણ વાંચો : Ahmedabad : હાટકેશ્વર બ્રિજ મામલે હાઇકોર્ટે 4 આરોપીઓની જામીન અરજી ફગાવી
ઉલ્લેખનીય છે કે ગઈકાલે આગ લાગતાં સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ છવાયો હતો. તેમજ આસપાસની સોસાયટીના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદમાં બાપુનગરમાં આવેલા વિકાસ એસ્ટેટમાં આવેલી ફટાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી. આગને પગલે ફાયર બ્રિગેડની 20 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડે ભારે જેહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. અનિલ સ્ટાર્ચ મિલ પાસે આવેલી ફટાકડાની ફેક્ટરીમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી અને જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. ત્યારે હવે સમગ્ર મામલે મ્યુનિસિપલ તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.