ગુજરાતટોપ ન્યૂઝ

મહુડી ઘંટાકર્ણ મહાવિર મંદિરમાંથી સોનાના વરખની ચોરીમાં થયો ચોંકાવનારા ખુલાસા

Text To Speech
  • સોનીની કબુલાતથી પોલીસ પણ ચોંકી ઉઠી
  • એલસીબીએ તેમના વધુ રીમાન્ડ માંગ્યા
  • માણેકચોકમાં હાર પિગળાવ્યો હોવાનો ઘટસ્ફોટ

મહુડી ઘંટાકર્ણ મહાવિર મંદિરમાંથી 45 લાખના સોનાના વરખની ચોરી મામલે એકપછી એક નવા ફણગા ફુટી રહ્યા છે. આ મામલે ઝડપાયેલા બે તસ્કરોએ મંદિરમાંથી ચોરેલુ સોનું માણેકચોકમાં સોની પાસે પીગળાવીને તેમાંથી મેળવેલા નાણામાંથી કિયા ગાડી અને પુત્રવધુ માટે દાગીના ખરીદ્યાનું બહાર આવ્યા બાદ આ મામલે નવો ફણગો ફુટયો છે. પોલીસની તપાસમાં આ ટ્રસ્ટીઓએ મંદિરમાંથી 21 લાખનો સોનાનો હાર પણ સેરવ્યો હોવાનું ખુલ્યુ છે.

આ પણ વાંચો: રાજ્યમાં દારૂબંધી પણ 50 ટકા દર્દીઓના રોગનું મુખ્ય કારણ જ મદિરાપાન 

સોનીની કબુલાતથી પોલીસ પણ ચોંકી ઉઠી

આ હાર તેઓએ અમદાવાદના માણેકચોકમાં એક સોનીને ત્યાં પીગળાવવા માટે આપ્યો હતો. પોલીસ જ્યારે આ સોની પાસે પહોંચી ત્યારે તેણે ઉપરોક્ત બાબતની જાણ પોલીસને કરી હતી. સોનીની આ કબુલાતથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેઓએ ઝડપાયેલા બંને ટ્રસ્ટી નિલેષ મહેતા અને સુનિલ મહેતાની આ મામલે પુછપરછ કરી હતી. જોકે, તેઓ પોલીસને ગોળગોળ ફેરવી રહ્યા હોવાનું જણાયુ હતું.

આ પણ વાંચો: મહાઠગ કિરણ સામે વધુ એક ફરિયાદ ક્રાઇમ બ્રાંચમાં નોંધાઈ

એલસીબીએ તેમના વધુ રીમાન્ડ માંગ્યા

તાજેતરમાં જ આ બંને ટ્રસ્ટીઓના રિમાન્ડ પુર્ણ થતા એલસીબીએ તેમના વધુ રીમાન્ડ માંગ્યા હતા. જોકે, નીચલી કોર્ટે બંનેના રિમાન્ડ ના મંજુર કર્યા હતા. ગાંધીનગર એલસીબીએ સેશન્સ કોર્ટમાં રિવિઝન કરીને વધુ રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે બંનેને બે દિવસના રિમાન્ડ આપ્યા છે. આ પુર્વે પોલીસને જાણવા મળ્યુ હતુકે, બંનેએ 45 લાખના સોનાના વરખ અને ભંડારમાંથી સોનાની ચેઇન અને રોકડની ચોરી ઉપરાંત અન્ય વધુ વસ્તુઓની પણ ચોરી કરી હતી.

Back to top button