ગુજરાતમધ્ય ગુજરાત

વડોદરા સામુહિક આપઘાત મામલે ચોંકાવનારો ખુલાસો : આ કારણોથી પરિવારે ભર્યું અંતિમ પગલું

Text To Speech

વડોદરાના સામુહિક આપઘાત મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. આજે વડોદરામાં વાઘોડિયા રોડ પર પ્રિતેશ મિસ્ત્રીએ પ્રથમ તેની પત્ની અને બાળકની રહસ્યમય સંજોગામાં લાશ મળતા સમગ્ર પંથકમાં ચકચાક મચી જવા પામી હતી. ત્યારે વડોદરાના પરિવારના આપઘાત મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.

આર્થિક સંકડામણના કારણે ભર્યું પગલું

વાઘોડિયા રોડ પર સવિતા હોસ્પિટલ પાસે દર્શન ઉપવનમાં રહેતા અને શેરબજારનું કામ કરતા 30 વર્ષના પ્રિતેશ મિસ્ત્રી તથા તેના પત્ની અને પુત્રની લાશ તેમના જ ઘરમાં રહસ્યમય સંજોગોમાં મળી આવી હતી. જે મામલે તપાસ કરતા જાણવા મળ્યુ છે કે પ્રિતેશ મિસ્ત્રીએ પ્રથમ તેની પત્ની અને બાળકની હત્યા કાર્ય બાદ પોતે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. અને તેમને આ પગલુ આર્થિક સંકડામણના કારણે ભર્યું હોવાનું સામે આવ્યું છે.

વડોદરા સામુહિક આપઘાત-humdekhengenews

દિવાલ પર લખાણ લખી કરી આત્મહત્યા

વડોદરાના પરિવારનો સામુહિક આત્મહત્યા બનાવ અંગે પોલીસને તપાસ કરતા જાણવા મળ્યુ કે પરિવારે આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા કરી હતી. અને તેમને આત્મહત્યા કરતા પહેલા ઘરની દિવાલ પણ લખાણ લખ્યું હતું. કે “સોરી માં, આ અમે અમારી મરજીથી પગલું ભર્યું છે. પોલીસ કમિશનરને વિનંતી છે કે અમારી ફેમિલી મેમ્બરને હેરાન કરતા નહિ, અમે અમારી મરજીથી આ કર્યું છે. અને અમારી આત્મહત્યા પાછલનું મેન કારણ ફક્ત અમારી ફાઇનાન્સિયલ સિચવેશન છે’ બહુ દેવું વધી ગયું છે, જેથી અમારી જોડે કોઈ ઓપ્સન રહ્યો નથી. 6-7 વર્ષથી અમે અલગ રહીએ છીએ, અમારી ફાઇનાન્સિયલ રિસ્પોન્સિબિલિટી અમારી સાથે એન્ડ થઈ છે.”

વડોદરા સામુહિક આપઘાત-humdekhengenews

પોલીસે મૃતદેહોને પીએમ માટે મોકલી આપ્યા

આ મામલે જાણ થતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યા તપાસ દરમિયાન ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે ત્રણેય મૃતદેહોને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 આ પણ વાંચો : ગુજરાતમાં ટૂંક સમયમાં યોજાઈ શકે છે ગ્રામ પંચાયતોની ચૂંટણી, ઝવેરી પંચના રિપોર્ટ બાદ થશે જાહેરાત

Back to top button