- 40 કિલો ડ્રગ્સ ઉપરાંત 6 પિસ્તોલ મેગેઝીન પકડાઇ હતી
- 200 કરોડના ડ્રગ્સ સાથે દસ પાકિસ્તાનીઓ ઝડપાયા
- NIAએ એટીએસ પાસેથી દસ્તાવેજો મેળવ્યા છે
ઓખાના દરિયાઇ વિસ્તારમાંથી 200 કરોડની કિંમતનું 40 કિલો ડ્રગ્સ ઉપરાંત 6 પિસ્તોલ મેગેઝીન સાથે દસ પાકિસ્તાનીઓની એટીએસ અને કોસ્ટગાર્ડે ડિસેમ્બર 2022માં પકડયા હતા. જે કેસની તપાસ કેન્દ્રના ગૃહવિભાગ દ્વારા નેશનલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એનઆઈએ)ને સોંપવામાં આવી હતી.
આ પણ વાંચો: બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આ બાબતે ગુજરાત કરતાં મહારાષ્ટ્ર આગળ
એનઆઈએના અધિકારીઓ ગુજરાત એટીએસ પાસેથી તપાસના દસ્તાવેજો મેળવી લીધા
એનઆઈએના અધિકારીઓ ગુજરાત એટીએસ પાસેથી તપાસના દસ્તાવેજો મેળવી લીધા છે અને આગામી દિવસોમાં કોર્ટમાંથી આરોપીઓની પુછપરછ કરવા માટે પરવાનગી મેળવવા માટે કાર્યવાહી હાથ ધરશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાના દરિયાઇ વિસ્તારમાંથી એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 200 કરોડના 40 કિલો ડ્રગ્સ અને 10 પાકિસ્તાની પાસેથી 6 પિસ્તોલ અને 120 કારતૂસ 28મી ડિસેમ્બર 2022ના રોજ કબ્જે કર્યા હતા.
આ પણ વાંચો: સ્માર્ટફોનથી છેતરપિંડી દ્વારા ગુજરાતીઓએ રૂ. 815 કરોડ ગુમાવ્યા
ડ્રગ્સ તથા ગેરકાયદે હથિયારોનો જથ્થો પાકિસ્તાનમાં રહેતો ડ્રગ્સ માફિયા હાજી સલીમ બલોચે મોકલ્યો
પકડાયેલા દસ પાકિસ્તાનીઓની તપાસમાં બહાર આવ્યુ હતુ કે, ડ્રગ્સ તથા ગેરકાયદે હથિયારોનો જથ્થો પાકિસ્તાનમાં રહેતો ડ્રગ્સ માફિયા હાજી સલીમ બલોચે મોકલ્યો હતો. પાકિસ્તાનના પશની બંદરેથી આ જથ્થો નીકળ્યો હતો અને ડ્રગ્સ અને હથિયાર પંજાબ તથા ઉત્તર ભારતમાં મોકલવાના હતા. જેની તપાસ કેન્દ્ર સરકારે એનઆઈએને 9મી માર્ચના રોજ સોપવા હુકમ કર્યો હતો. આ પછી એનઆઈએના અધિકારીઓએ ગુજરાત એટીએસ પાસેથી તપાસના દસ્તાવેજો મેળવી લીધા છે.
છેલ્લા ચાર વર્ષમાં એટીએસે 4285 કરોડનું ડ્રગ્સ અને હેરોઇન ઝડપી પાડયુ
છેલ્લા ચાર વર્ષમાં એટીએસે 4285 કરોડનું ડ્રગ્સ અને હેરોઇન ઝડપી પાડયુ છે. આ ઉપરાંત આ કેસોમાં કુલ 116 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 16 ઇરાની, 5 અફઘાની, 1 નાઇઝેરિયન, અને 49 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે.