ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતના વિરમગામ અંધાપાકાંડ મામલે થયા ચોંકાવનારા ખુલાસા

  • વિરમગામમાં મોતીયાના ઓપરેશન બાદ 17 લોકોની દ્રષ્ટિ જતી રહી હતી
  • સ્થાનિક વહીવટીતંત્રની ખામી અને બેદરકારીના કારણે અંધાપાકાંડની ઘટના સર્જાઇ
  • ગાઈડલાઈન્સનું પાલન ન થયું, લાયકાત વિનાનો સ્ટાફ, ટ્રસ્ટીઓની ખામી સામે આવી

ગુજરાતના વિરમગામ અંધાપાકાંડ મામલે ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં સ્થાનિક વહીવટીતંત્રની બેદરકારીના લીધે વિરમગામ અંધાપાકાંડ થયાની કબૂલાત છે. તેમજ હાઈકોર્ટમાં સુઓ મોટો પિટિશનની સુનાવણી વખતે સરકારે સોગંદનામુ કર્યું હતુ. તેમાં ગાઈડલાઈન્સનું પાલન ન થયું, લાયકાત વિનાનો સ્ટાફ, ટ્રસ્ટીઓની ખામી સામે આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડી અને કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા

સ્થાનિક વહીવટીતંત્રની ખામી અને બેદરકારીના કારણે અંધાપાકાંડની ઘટના સર્જાઇ

વિરમગામમાં મોતીયાના ઓપરેશન બાદ 17 લોકોની દ્રષ્ટિ જતી રહેતાં તેમ જ આંખે દેવામાં ઝાંખપ સર્જાવાના અંધાપાકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટે સ્વયં સંજ્ઞાન લઇ દાખલ કરેલી સુઓમોટો પીઆઇએલની સુનાવણીમાં રાજય સરકાર તરફ્થી રજૂ કરાયેલા સોગંદનામામાં કબૂલાત કરવામાં આવી હતી કે, પ્રસ્તુત કેસમાં સરકારની સંબંધિત ગાઇડલાઇન્સનું કોઇ જ પાલન થયુ નથી અને કવોલિફઈડ સ્ટાફ્, સંશાધનોના અછત-અભાવ અને ટ્રસ્ટીઓ તેમ જ સ્થાનિક વહીવટીતંત્રની ખામી અને બેદરકારીના કારણે અંધાપાકાંડની ઘટના સર્જાઇ છે.

આ પણ વાંચો: ગુજરાત: ગિરનાર પર્વત પર પાણીની બોટલનું વેચાણ બંધ, જાણો શું છે કારણ 

તપાસમાં સામે આવ્યું છે કે સંશાધનો અને માણસોની અછતથી માંડલની ઘટના બની

અમદાવાદ જિલ્લાના શ્રી સેવા નિકેતન ટ્રસ્ટ, માંડલ દ્વારા સંચાલિત વિરગામની રામાનંદ આંખની હોસ્પિટલ ખાતે મોતીયાના ઓપરેશન બાદ ગયા મહિને 17 લોકોએ આંખે અંધાપો(ઝાંખપ અને દ્રષ્ટિહીનતા) આવવાની ચકચારી ઘટના સામે આવી હતી, જેને લઇ હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી હતી, જે કેસની સુનાવણી દરમ્યાન સરકારપક્ષ તરફ્થી સોગંદનામું રજૂ કરી જણાવાયું હતું કે, જયાં આ દર્દીઓના મોતીયાના ઓપરેશન કરાયા તે ટ્રસ્ટની ખાનગી હોસ્પટિલ છે પરંતુ ત્યાં કવોલિફઇડ સ્ટાફ્, પૂરતા સંશાધનો અને અદ્યતન સાધનોની અછત તેમ જ ટ્રસ્ટીઓની ખામી અને બેદરકારીના કારણે આ સમગ્ર અંધાપાકાંડની ઘટના સર્જાઇ છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે જ્યાં ઓપરેશન કરાયું એ પ્રાઈવેટ હોસ્પિટલ છે. ત્યાં વહીવટ અને મશીનરીમાં ખામી હતી. તપાસમાં સામે આવ્યું છે કે સંશાધનો અને માણસોની અછતથી માંડલની ઘટના બની છે.

Back to top button